હિંમતનગર તાલુકાના જવાનાગઢ પાસેથી ગાંભોઈ પોલીસને કારમાંથી 1 લાખનો દારુ મળી આવ્યો.
જીજ્ઞેશ સોની...
હિંમતનગરના જવાનગઢ પાસે સરકારી વાહન સાથે ગાંભોઈ પોલીસ વોચમાં હતી તે દરમિયાન કાર ચાલક પોલીસને જોતા કાર રીવર્સ લીધી અને કાર બંધ થઇ જતા ચાલક સહીત બે ઇસમો ભાગી ગયા અને પોલીસને કારમાંથી રૂ 1 લાખનો વિદેશી દારુ મળી આવ્યો હતો જેને લઈને પોલીસે કાર માલિક સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી મુજબ ગાંભોઈ પોલીસે જવાનગઢ ગામે હુંજ તરફથી આવતા રોડ ઉપર પોલીસ સ્ટાફ ના સુરેશ પરમાર અને મહેશ દેસાઈ પ્રોહીબીશનની નાકાબંધીમાં સરકારી વાહન સાથે હાજર હતા.દરમિયાન એક મારુતિ કંપનીની કાર જેનો નંબર GJ.09.AG.4986 ના ચાલકે સરકારી વાહન જોઇને કાર ચાલક કાર રીવર્સ કરવા જતા અચાનક કાર બંધ પડી ગઈ હતી.જેને લઈને કાર ચાલક અને બાજુમાં બેસેલ સહીત બે જણા અંધારાનો લાભ લઈને ડુંગરોમાં ભાગી ગયા હતા.ત્યારબાદ પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 912 બોટલ રૂ 1,00,800 મળી આવ્યો હતો જેથી પોલીસે 1.50 લાખની કાર સહીત 2,50,800 નો મુદ્દામાલ કબજે લઈને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં કાર માલિક સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




