sabarkathaराष्ट्रीय

હાઇવે નં. 8 પર પોલીસ પર પથ્થરમારો, ટીયરગેસ અને આગચંપી…આખરે મામલો….

હાઇવે નં. 8 પર પોલીસ પર પથ્થરમારો, ટીયરગેસ અને આગચંપી...આખરે મામલો....

હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે નંબર આઠ પર રોડ ક્રોસ કરવા જતા આધેડનું મોત થતા ગામ લોકો ચકાજામ કરી પોલીસની ગાડી સળગાવી હોવાની એક ચોંકાવનારી ઘટના બની હતી.

આ અંગેની વિગતો પ્રમાણે, છેલ્લા છ વર્ષથી નેશનલ હાઇવે નંબર આઠના નવીનીકરણની કામગીરીએ ત્રણ વર્ષમાં ૬ લોકોનો ભોગ લીધો છે… ત્યારે આજે સવારે 6:00 વાગે દૂધ ભરાવવા મંડળીમાં હાઇવે ક્રોસ કરીને જતા આધેડને ગામડી હાઇવે પર અજાણ્યા વાહને  ટક્કર મારી હતી.. જેમાં તેમનું મોત નીપજ્યુ હતું…

છેલ્લા ત્રણ વર્ષમાં આ છઠું મોત થતાં ગામ લોકો ઉશ્કેરાયા હતા અને ગામ લોકોએ વૃક્ષોની આડશો મૂકી હાઇવે ચક્કાજામ કરી દીધો હતો..એક તબક્કે નેશનલ હાઇવે નંબર આઠ પર ગામડીથી છેક રાજેન્દ્રનગર અને બીજી તરફ હિંમતનગર એમ બંને તરફ 10 થી 12 કિલોમીટર વાહનોની લાંબી લાઈનો લાગતા ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

જો કે  ઉશ્કેરાયેલા ગામ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને ગાંભોઈ પીએસઆઇની ગાડીને આગ ચંપી કરી હતી. તો સાથે સાથે પોલીસના અન્ય ત્રણ વાહનોને પણ નુકસાન કરી પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો અને હાઇવે પર ત્રણ જગ્યાએ ટાયર સગાવવાના બનાવો પણ બન્યા હતા.સમગ્ર પરિસ્થ્તિ તંગ બની ગઇ હતી.

આ પ્રકારની તંગ સ્થિતિને  જોતા અને વસ્તુની ગંભીરતા જોઈને સાબરકાંઠા એલસીબી સાબરકાંઠા એસ.ઓ.જી અને જિલ્લા પોલીસ વડા સહિતની પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો.સવારે 6:00 વાગ્યાથી થયેલો ચક્કાજામ 9:30 કલાક સુધી રહ્યો હતો..ત્યારે પોલીસે ટીયર ગેસના સેલ છોડતા મામલો બિચ્ક્યો હતો..

પરંતુ સમાજના અગ્રણીઓ અને અન્ય લોકો વચ્ચે પડતા આશરે છેલ્લે વૃદ્ધની લાશને સ્થાનિક લોકો ઉઠાવવા તૈયાર થયા હતા અને લાશને પીએમ માટે મોકલવામાં આવી હતી.સાડા ત્રણ કલાક બાદ ટ્રાફિકજામ ખુલ્લો કરાયો હતો..ત્યારે સાબરકાંઠા પોલીસે પણ આ લોકોની જે બ્રિજ બનાવવાની માંગ છે તેની વાત ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાની અને તંત્રનું ધ્યાન દોરવાની બાહેધરી આપી હતી અને મામલો સમેટાયો હતો..

Related Articles

Back to top button