राष्ट्रीयકચ્છ

ભચાઉમાં આવેદનપત્રઃ રૂપાલા નહીં હટે ત્યાં લગી ક્ષત્રિય સમાજ વિરોધ ચાલુ રાખશે…

રિપોર્ટર : જયેશ ધેયડા....

ગુજરાત ભાજપમાં રૂપાલા વિવાદ થમતો નથી. રાજપૂત કરણી સેના દ્વારા કચ્છ-ભચાઉ કલેક્ટર કચેરી ખાતે  ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ આવેદન આપવામાં આવ્યું છે.

વિગતે જોઇએ તો, ક્ષત્રિય સમાજે રાજકોટ લોકસભાના પાટીદાર સમુદાયના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાની ટિકીટ કાપવાની કરી માંગણી કરીને  કહ્યું છે કે  રૂપાલાએ ક્ષત્રિય સમાજનું હડહડતુ અપમાન કરીને સારૂ કર્યુ નથી.

આ તબક્કે ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલા હટાઓના નારા લગાવીને પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી    ભાજપ  રૂપાલાની ટિકીટ ન કાપે તો ત્યાં લગી સમગ્ર રાજપૂત સમાજ ભારતમાં આંદોલન કરશે. આ પ્રસંગે  મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ હાજર રહીને વિરોધ નોંધાવ્યો હતો.

Related Articles

Back to top button