sabarkathaराष्ट्रीय

કોંગ્રેસ સેવાદળના ગ્રુપમાં એક જણે નગ્ન તસ્વીર પોસ્ટ કરી અને પછી જે થયું…

કોંગ્રેસ સેવાદળના ગ્રુપમાં એક જણે નગ્ન તસ્વીર પોસ્ટ કરી અને પછી જે થયું...

સાબરકાંઠામાં એક તરફ ભાજપમાં ઉમેદવારીને લઇને ભાજગંડ ચાલી રહી છે તો કોંગ્રેસમાં એક અભદ્ર ફોટાને લઇને મામલો બિચક્યો છે.

વિગતે જોઇએ તો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ ગ્રુપમાં એક કાર્યકરે અશ્લીલ ફોટા નાખતા  ગ્રુપમાં રહેલી મહિલાઓ માટે તો કાપો તો લોહી ના નિકળે એવી સ્થિતિમાં મૂકાઇ જવુ પડ્યું હતું. નોંધનીય છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ ગ્રુપમાં પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર પણ હોવાથી ગ્રુપમાં અશ્લીલ ફોટા નાખતા ગ્રુપના સભ્યોમાં રોષની લાગણી સર્જાઇ હતી.

જો કે ગ્રુમ એડમીને અશ્લિલ ફોટા નાખનારને તાત્કાલિક ગ્રુપમાંથી રિમુવ કરવામાં આવ્યાં હતા.કેમ કે ગ્રુપમાં સૌ કોઇએ સૌજન્યતા દાખવવી પડે અને મહિલા સન્માનને જાળવવુ પડે. તેના બદલે નગ્ન તસવીર નાખતા ગ્રુપમાં ખળભળાટ સર્જાયો હતો.ગ્રુપમાં રહેલા અન્યોએ આવો ફોટો નાખનાર ની સામે ગ્રુપમાં રોષ ઠાલવ્યો હતો અને તેમને તાત્કાલિક અસરથી રિમૂવ કરતા અનેક લોકો પણ રીમુવ થયા જેમાં ગ્રુપમાંથી 11 કરતાં કાર્યકરો  રીમુવ થયા હતા….

Related Articles

Back to top button