સંગઠનઃ પત્રકાર એકતા પરિષદ-ગુજરાત દ્વારા નવ નિયુક્ત હોદ્દેદારોની વરણી કરાઇ…
સંગઠનઃ પત્રકાર એકતા પરિષદ-ગુજરાત દ્વારા નવ નિયુક્ત હોદ્દેદારોની વરણી કરાઇ...
પત્રકાર એકતા પરિષદ ગુજરાત સંગઠન દ્વારા નવ નિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં વિશ્વાસઘાત દૈનિક સાબરકાંઠા જિલ્લાના પ્રતિનિધિ પત્રકાર શ્રી કિરણભાઈ મલેશિયાને પત્રકાર એકતા પરિષદ ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે નવનિયુક્તિ આપવામાં અવી છે.
પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્યના પ્રમુખશ્રી લાભુભાઈ કાત્રોડીયા તેમજ સમગ્ર ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રદેશ ટીમનો કિરણભાઈ મલેશિયાએ આભાર વ્યક્ત કર્યો હતો અને વિશ્વના મોટામાં મોટા પત્રકારોના સંગઠનમાં સેવાનો અવસર આપવાના કારણે પોતે ધન્યતા અનુભવી હતી.
પત્રકાર એકતા પરિષદ ગુજરાત 252 તાલુકા અને ૩૩ જિલ્લાઓમાં સંપૂર્ણ સમિતિ ધરાવે છે. સાથે સાથે 20 ધારાશાસ્ત્રી ટીમ (એડવોકેટ)ઓની સમિતિ પણ કાર્યરત છે. મહિલા વિંગ સંપૂર્ણપણે સમિતિ સાથે કાર્યરત છે.
ગુજરાતમાં પત્રકારોના પ્રશ્નો અને પત્રકારો ઉપર જીવલેણ હુમલાઓ સામે રક્ષણ માટે 2019થી સરકાર સાથે સીધા ટેબલટોક કરી ઘણા પ્રશ્નોનો નિવારણ લાવ્યાં છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા પત્રકારોના હિત માટે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં પત્રકારોને સંગઠન દ્વારા મદદરૂપ થયા છે. અને સંગઠનમાં વ્યક્તિવિશેષ નહીં પણ સંગઠન વિશેષની એક આગવી ઓળખ આપી છે.




