गुजरातराष्ट्रीय

કુદરત કા કરિશ્માઃ એક તરફ હીટવેવની અસર…બીજી તરફ વરસાદી ઝાપટાં….

કુદરત કા કરિશ્માઃ એક તરફ હીટવેવની અસર...બીજી તરફ વરસાદી ઝાપટાં....

હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી વચ્ચે ગુજરાતવાસીઓને રાહત મળી છે. આજ સવારથી જ ગુજરાતમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. એમાંય દક્ષિણ ગુજરાતમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જ્યારે કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાથી એ વિસ્તારના  તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. 

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. ઉમરગામ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક તો પ્રસરી છે પરંતુ જગતનો તાત ચિંતિત બન્યો છે., ખેડૂતોને આ કમોસમી વરસાદ થી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે,  આ તરફ તાપી જિલ્લાના સોનગઢમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.

ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ ઝરમર વરસાદી ઝાપટું વરસ્યું છે. જ્યારે ગિરિમથક સાપુતારામાં ખુશનુમા માહોલ સર્જાયો છે. પર્યટકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કુદરતી સૌંદર્યનો લ્હાવો માંણવા તેઓ આતુર બન્યા છે. ઉપરાંત  દાહોદના ગરબાડા તાલુકામાં અણધાર્યો કમોસમી વરસાદ વરસ્યો છે.

Related Articles

Back to top button