sabarkathaराष्ट्रीय

અપસેટઃ ભીખાજીના ટેકામાં મેઘરજ બંધ..વિશાળ રેલી અને છેક સુધી લડી લેવાનો મક્કમ નિર્ધાર…

અપસેટઃ ભીખાજીના ટેકામાં મેઘરજ બંધ..વિશાળ રેલી અને છેક સુધી લડી લેવાનો મક્કમ નિર્ધાર...

સાબરકાંઠામાં  ભાજપ માટે ભારે રાજકીય કટોકટી સર્જાઇ રહી હોય તેમ ઉમેદવાર બદલીને મહિલાને ટિકિટ આપી તો તેઓ આયાતી કોંગ્રેસીની પત્તની છે અને ભાજપમાં પણ નથી એમ કહીને તેમની સામે વિરોધ શરૂ થયો છે તો બીજી તરફ જેમને ટિકિટ આપીને પડતા મૂક્યા તે ભીખાજી ઠાકોરની ટેકામાં સંખ્યા વધી રહી છે અને તેઓ ભીખાજીને જ ટિકિટ આપવા માંગણી કરી રહ્યાં છે.

વિગતે જોઇએ તો,  ભીખાજીના માદરે વતન મેઘરજ તાલુકા મથકે ભીખાજીના સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા  અને  સ્વયંભુ રીતે ઉમટેલા સમર્થકોએ  સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે ઊંડવા રોડ પરથી માર્કેટ યાર્ડ ચોકડી સુધી  રેલી યોજી હતી અને રેલીમાં “ભીખાજી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ”ના ગગન ભેદી નારા ગુંજ્યા હતા.

મેઘરજ પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે બંદોબસ્ત ગોઠવ્યો હતો.સર્વ સમાજ દ્વારા આયોજિત સફળ મેઘરજ બંધ અને રેલીમાં ઉમટેલી ભીડ જોઈ ભાજપના અગ્રણીઓ ચિંતામાં મુકાઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

રેલીમાં ઉમટેલા અગ્રણીઓએ ભીખાજી માટે છેક સુધી લડી લેવાનો નિર્ણય જાહેર કરતા આ નિર્ણયને લોકોએ વધાવી લીધો હતો.એમ મનાય છે કે સાબરકાંઠા બેઠકમાં સર્જાયેલો અપસેટ ભાજપને ભારે પડે તેવી હાલ સ્થિતિ જોવા મળી રહી છે.

Related Articles

Back to top button