પોલીસ ઝૂંબેશ ધીમી પડતાં સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોએ ફરી માથુ ઉંચક્યું…
પોલીસ ઝૂંબેશ ધીમી પડતાં સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોએ ફરી માથુ ઉંચક્યું...
રાજ્ય સરકારે વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકોને ન્યાય અપાવવા પોલીસ દ્વારા એક ખાસ ઝૂંબેશ ચલાવી હતી. અને તેના સારા પરિણામ પણ મળ્યા હતા. સાબરકાંઠામાં પણ વ્યાજખોરો સીધાસટ થઇ ગયા હતા. અને પૂંછડી દબાવીને બેસી ગયા હતા….
પરંતુ જેવી આ ઝૂંબેશ નબળી પડી કે, થોડા જ સમયમાં વ્યાજખોરો ફરીથી સક્રિય બની ગયા છે. અસામાજિક તત્વો માથુ ઉંચકે તેમ વ્યાજખોરોએ પોલીસની નબળાઇનો લાભ ળિને ફરી માથુ ઉંચક્યું છે અને લોકોના ઘર, મિલકત અને જમીન પચાવી પાડવાના કિસ્સા વધી રહ્યાં છે.
રાજ્યના ગૃહ વિભાગે વ્યાજખોરોથી પિડિત લોકોની આપવીતી મિડિયાના માધ્યમથી ધ્યાને ધરી ત્યારે પોલીસ દ્વારા રાજ્યભરમાં ઝૂંબેશ શરૂ કરી હતી. પોલીસ ઝૂંબેશના પગલે વ્યાજખોરોમાં થોડો ફફડાટ ફેલાયો હતો અને ડરતા હતા કે પોલીસ પકડીને લઇ જશે.
નાના વ્યાજખોરોથી બચાવવા પોલીસે જે તે સમયે લોક અદાલતો યોજીને જરૂરિયાતમંદોને બેન્કોની લોન અપાવવાનું કામ પણ કર્યું છે. પોલીસની આ ઝૂંબેશ હવે સક્રિય નહીં હોવાથી ધીમે ધીમે નવા કિસ્સા બહાર આવી રહ્યા છે.
કેટલા વ્યાજખોરો અને ફટાફટ લોન આપનાર ફાઇનાન્સરો એવા લોકોને શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યા છે જે રિઝર્વ બેંકના નિતિ નિયમોથી તદ્દન વિરુદ્ધમાં છે અને આરબીઆઇના નિયમથી વિરૂધ્ધ જઇને ગેરકાયદે કરી રહયા છતાં એમને બીક નથી.
ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ લોનના પૈસાની વસૂલાત માટે જે તે એજન્ટ હોય છે તે લોન લેનારાના ઘરે કે ઓફિસ સુધી આવી શકતો નથી. સાથે સાથે ફટાફટ અપાતી લોનના બદલામાં કોઈની પ્રોપર્ટી પણ જપ્ત કરવાની કોઈ સત્તા તેમની પાસે નથી. તેમ છતાં વ્યાજખોરો બેફામ અને પોલીસ શું કરી લેશે….પોલીસ તો મારા ખિસ્સામાં એવા અભિમાનમાં રાચતા અને રમતા કેટલાક વ્યાજખોરો મિલક જમા કરી લઇશું…આમ કરી નાંખીશું…તેમ કરી નાંખીશું…એવી ધાકધમકી આપી રહ્યાં હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે ત્યારે પોલીસે આવા વ્યાજખોરો સામે ફરીથી કોરડો વિંઝવાની જરૂર હોય તેમ જણાઇ રહ્યું છે.
આવા વ્યાજખોરોને કે લોન ભરપાઇ નહીં કરો તો જોઇ લઇશું…એવા મેસેજ કે લોન લેનારને ગમે ત્યારે ફોન કરી શકવાની સત્તા નથી. અને લોન લેનારને મેસેજ પણ કરવાની કોઇ સત્તા નથી. તેમ છતાં કાયદાની જોગવાઇનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યાં છે. કોણ રોકશે તેમને…..? પોલીસદાદા તમે સાંભળો છોને…




