गुजरातराष्ट्रीय

ગુજરાતમાં મધદરિયેથી ફરી ઝડપાયું 480 કરોડનું ડ્રગ્સ……..

ગુજરાતમાં મધદરિયેથી ફરી ઝડપાયું 480 કરોડનું ડ્રગ્સ........

દરિયો જાણે ડ્રગ્સ પેડલરો માટે વેપારનું સાધન બની ગયો હોય એવું જણાઈ રહ્યું છે. થોડા થોડા દિવસના અંતરાલ બાદ દરિયા કિનારે થી ડ્રગ્સની હેરાફેરીનો કિસ્સો સામે આવી રહ્યો છે, જેમાં હાલ પોરબંદરના અરબી સમુદ્રમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુક્ત ઓપરેશન પાર પાડી પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળસીમામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે.

પ્રાથમિક માહિતી અનુસાર રૂ.480 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લાવવામાં આવશે.હાલમાં ભારતીય જળસીમામાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં ગુજરાત ATS, NCB તેમજ કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનને કારણે  દરિયાઈ જળસીમાંથી .ડ્રગ્સ ઝડપવાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી શકાય છે.

પ્રાપ્ત માહિતી મુજબ બોટમાંથી 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઈ છે. 11 અને 12 માર્ચે રાત્રે સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડે (ICG) ગુપ્ત માહિતીના આધારે 6 ક્રૂ અને નાર્કોટિક્સ ઓનબોર્ડ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી હતી,. આ ઓપરેશનમાં પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિમી દૂર બોટને પકડવામાં આવી હતી. આ ઓપરેશનમાં ICG, NCB અને ATS ગુજરાત વચ્ચેના સુસંકલિત પ્રયાસો પ્રદર્શિત થયા હતા.

ભારતીય કોસ્ટ ગાર્ડે, એજન્સીઓના ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે 11 માર્ચ સોમવારના રોજ અરબી સમુદ્રમાં ઓપરેશન હાથ ધરાયું હતું. ICGએ તેના ડોર્નિયર એરક્રાફ્ટને સંભવિત વિસ્તારોમાં બોટને સ્કેન કરવા અને તેને શોધવાનું કામ હાથ ધર્યું હતું. શોધખોળ કર્યા પછી ICG જહાજો, NCB અને ATS ગુજરાતની ટીમો સાથે સ્થળ પર પહોંચ્યા હતાં. જ્યાં અંધારામાં શંકાસ્પદ રીતે આગળ વધી રહેલી બોટની ઓળખ કરી હતી.

બોટમાં છ ક્રૂ સાથે પાકિસ્તાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું. સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આશરે 80 કિલો જેટલો રૂપિયા અંદાજે રૂપિયા 480 કરોડનો ડ્રગ્સ ઝડપાયો છે. જેમાં બોટ અને ક્રૂની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં કામગીરી હાથ ધરાઈ હતી.

Related Articles

Back to top button