sabarkathaराष्ट्रीय
જ્યારે કરૂણા એનિમલની ટીમે ઘાયલ વાછરડાની સેવા કરીને જીવ બચાવ્યો…
જ્યારે કરૂણા એનિમલની ટીમે ઘાયલ વાછરડાની સેવા કરીને જીવ બચાવ્યો...
સાબરકાંઠા વડુ મથક હિંમતનગરના રેલવે સ્ટેશનથી તારીખ : ૨૩/૦૨/૨૦૨૪ને શુક્રવારના રોજ સવારે ૮:૦૭ કલાકે પશુપાલન અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ચાલતી ૧૯૬૨ એનિમલ હેલ્પ લાઈનમાં એક કોલ આવેલ કે એક ગાયના વાછરડાને રેલ્વેથી અકસ્માત થયેલ છે.
જેની જાણ ૧૯૬૨માંથી હિંમતનગર ખાતે આવેલ કરુણા એનિમલ એમ્બ્યુલન્સને જાણ કરતાં ફરજ પરના પશુ ચિકિત્સક ર્ડો.સ્વીટીબેન પટેલ પોતાની ટીમ સાથે તાત્કાલિક પહોંચી જોતા, પાછળના પગે ઓપરેશન કરવા જેવું જણાતા તાત્કાલિક ઓપરેશન કરી ઇડર પાંજરા પોળ ખાતે મોકલી આપવામાં આવ્યું હતું.
આ સુંદર કામગીરી ર્ડો. સ્વીટીબેન પટેલ, જીવદયા પ્રેમી મિતુલ ભાઈ વ્યાસ તેમજ દિપકભાઈ સુથાર તેમજ હિંમતનગરની જીવદયા પ્રેમી જનતા દ્વારા કરવામાં આવી હતી.




