sabarkathaराष्ट्रीय

સદકાર્યઃ અમરદીપની માનવીય પ્રવૃતિને અમર રાખવા દાતાઓનો સહયોગ આવકાર્ય….

વિનોદ બ્રહમભટ્ટ દ્રારા…

અમરદિપ સાવઁજનિક ટ્રસ્ટ સંચાલિત નિરાધાર માનસીક દિવ્યાંગ મહિલા આશ્રમ હિંમતનગર ઇડર હાઇવે પર હિંમતનગરથી પાંચ કિ.મી. દુર આવેલો છે. ત્યાં માનસિક દિવ્યાંગ મહિલાઓને આશરો આપીને તેમની કાળજી લેવાની સાથે તેમને  દવા- કપડા  અને મહિલાને જરૂરી તમામ પ્રકારની સુવિધા અપાય છે. જે એક પ્રપશંસનિય કાર્ય કહી શકાય.

આ સંસ્થામાં લોકો પોતાના પ્રિયજનની જન્મતિથિ કે પુણ્યતિથિએ દિવ્યાંગ મહિલાઓને તિથિ ભોજન કરાવીને આત્મસંતોષ મેળવે છે.

આજે પુણ્યતિથી. નિમિતે દાતા તરફથી ભોજન અપાયુ  હતું. અને નામી-અનામી તેમ દાતાઓનો સહયોગ જ આશ્રમની માનવીય પ્રવ્રુતિઓને  જીવંત રાખી શકે છે. આ પ્રવ્રુતિ માત્ર દાતાના સહારે ચાલે છે. આમાં કોઈ સરકારી સહાય મળતી નથી ત્યારે  સમાજના દાતાઓ આ સંસ્થાની માનવીય પ્રવૃતિને આગળ ધપાવવા ઉદાર હાથે ફાળો આપે તે ઈચ્છનીય છે. મદદનો હાથ લબાવશો અને જરૂરથી મુલાકાત કરશો.

Related Articles

Back to top button