sabarkathaराष्ट्रीय
માનવતાઃ પતંગની દોરી કે ગંચળા હોય તો તરત નિકાલ કરવા નપા તંત્રની જાહેર અપીલ…
માનવતાઃ પતંગની દોરી કે ગંચળા હોય તો તરત નિકાલ કરવા નપા તંત્રની જાહેર અપીલ...
હિંમતનગર નગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ ઉતરાયણ નિમિત્તે ઠેર ઠેર પતંગની દોરી અને કપાયેલા પતંગનો ભંગાર એકત્ર કર્યો હતો.

પતંગની દોરીથી અબોલ પશુપક્ષીઓને ઇજા થતી હોવાના કેટલાય બનાવો આ ઉતરાયણે પણ બન્યા છે. ઉપરાંત કપાયેલી પતંગની દોરી પણ નુકશાન કરી શકે ચે, કોઇના પગમાં ભરાઇ જાય કે કે કોઇના ગળામાં ભરાઇ જાય. તેથી નપાના તંત્ર દ્વારા આવી દોરીઓ એકત્ર કરીને તેનો નિકાલ કર્યો હતો.
બીજી તરફ નગરપાલિકાએ શહેરીજનોને વિનંતી કરી હતી કે તમારી આજુબાજુમાં આવી કોઇ પતંગની દોરી દેખાય તો એક જગ્યાએ એકત્ર કરીને તેનો નાશ કરવો. કેમ કે આ મંજા પાયેલી મજબૂત દોરી અને તેના ગુંચળાથી પક્ષીઓને ખૂબ નુકસાન થાય છે. આ એક માનવતાનું કાર્ય છે અને તેમાં દરેક નાગરિકોએ માનવીય સંવેદના દાખવીને કામ કરવુ જોઇએ.




