राष्ट्रीय

વાયબ્રન્ટઃ ગુજરાતમાં બનેલા સુઝુકીના ઈલે.વાહન યુરોપ અને જાપાનની સડકો પર દોડશે…

વાયબ્રન્ટઃ ગુજરાતમાં બનેલા સુઝુકીના ઈલે.વાહન યુરોપ અને જાપાનની સડકો પર દોડશે...

આજે દેશ-દુનિયાભરમાંથી નેતાઓ, ઉદ્યાગપતિઓ, ડેલિગેટ્સ ગુજરાતના મહેમાન બન્યા છે.  ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત વાઇબ્રન્ટ  સમિટ 2024નો પ્રારંભ થયો છે.  PM મોદી વાઇબ્રન્ટ  સમિટનો પ્રારંભ કરાવ્યા બાદ વિશ્વના 34 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે વાઇબ્રન્ટ સમિટમાં જોડાયા હતા. આ દરમિયાન સુઝુકી મોટર્સના પ્રમુખ તોશિહિરો સુઝુકીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં આમંત્રિત થવા બદલ સન્માન વ્યક્ત કરીને છેલ્લા એક દાયકામાં ભારતીય ઓટોમોબાઇલ માર્કેટની નોંધપાત્ર વૃદ્ધિની પ્રશંસા કરી હતી.

સુઝુકીએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહન માર્કેટમાં સુઝુકી મોટર્સના ગ્રાઉન્ડબ્રેકિંગ સાહસની જાહેરાત કરી હતી.  સુઝુકી જૂથનું પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વાહન આ વર્ષના અંત સુધીમાં સુઝુકી મોટર ગુજરાતમાંથી બહાર પાડવામાં આવશે. ઉપરાંત આ મોડલને માત્ર ભારતમાં જ નહીં પરંતુ જાપાન અને યુરોપિયન દેશોમાં પણ નિકાસ કરવાની યોજના બનાવેલ છે. છેલ્લા 10 વર્ષોમાં PM મોદીના મજબૂત નેતૃત્વ અને સતત સમર્થન હેઠળ, ભારતીય ઓટોમોબાઈલ બજાર સતત વિસ્તરી રહ્યું છે

પરિણામે ભારત વિશ્વનું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર તરીકે સ્થાન પામ્યું છે. સુઝુકીએ ભારતમાં ઉત્પાદન ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે.  વડાપ્રધાન મોદીના મજબૂત નેતૃત્વ અને અવિશ્વસનીય સમર્થનને સ્વીકારતા સુઝુકીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે હવે વૈશ્વિક સ્તરે ત્રીજા સૌથી મોટા ઓટોમોબાઇલ માર્કેટ તરીકે તેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

બીજું વિસ્તરણ કરવા માટે ભવિષ્યમાં અમારું BEV ઉત્પાદન, સુઝુકી ગ્રૂપ નવી 4થી પ્રોડક્શન લાઇન ઉમેરવા માટે સુઝુકી મોટર ગુજરાતમાં રૂ. 3200 કરોડનું રોકાણ કરશે જે દર વર્ષે 2.5 લાખ યુનિટનું ઉત્પાદન કરી શકે છે. આનાથી સુઝુકી મોટર ગુજરાતની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વર્તમાન 7.5 લાખથી વધીને 1 મિલિયન યુનિટ થઈ જશે.

Related Articles

Back to top button