sabarkathaराष्ट्रीय

ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ- હિંમતનગર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરાયું

જીજ્ઞેશ સોની…..

 

હિંમતનગરમાં-શામળાજી નેશનલ હાઈવે પર આવેલ ધ ગેલેક્ષી સ્પોટ્સ ક્લબ ખાતે આજે ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા દયાશંકર હરિશંકર જોશી ક્રિકેટ કપ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મુંબઈ સહીત ૮ શહેરોમાંથી ૧૨ ટીમોએ ભાગ લીધો હતો.

ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હિંમતનગર અને અમદાવાદની ટીમ વચ્ચે રમાઇ હતી. જેમાં અમદાવાદની ટીમનો ભવ્ય વિજય થયો હતો. વિજેતા ટીમના ખેલાડીઓને મેન ઓફ ધી મેચ, મેન ઓફ ધી સિરીઝની સાથે ટ્રોફિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરમાં શામળાજી નેશનલ હાઇવે ૫૮ પર આવેલ સર્વોદય હોટલ પાસે ધ ગેલેક્ષી સ્પોટ્સ ક્લબ ખાતે રવિવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંમતનગર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના હિંમતનગર એકમ દ્વારા આયોજન CTMBS ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.

જેમાં સવારે ૭.૩૦ વાગેથી મેચનો પ્રારંભ થયો હતો. ધ ગેલેક્ષી સ્પોટ્સ કલબના વિશાળ ગ્રીન ગ્રાઉન્ડ પર એક સાથે બે મેચો શરૂ થઇ હતી. આ ટુર્નામેન્ટમાં મુંબઈથી એક,બરોડાથી બે, અમદાવાદથી બે, હિંમતનગરની એક, ઇડરની બે, વાપીની એક અને સુરતની એક એમ કુલ ૮ શહેરો માંથી ૧૨ ટીમોએ ભાગ લીધો હતો.

છ લીગ મેચ, બે સેમીફાઈનલ અને સાંજે ફાઈનલ મેચ રમાઈ હતી. આ ટુર્નામેન્ટ ટેનિસ બોલ પર છ ઓવરની રમાડવામાં આવી હતી. આ આયોજનથી દૂર દૂર રહેતો સમાજ એક જગ્યાએ એકઠો થાય જેને લઈને સમાજના લોકોની એકબીજાની સાથે ઓળખાણ તેમજ સામાજિક સમરસતા એકાત્મકતાનો ભાવ ઉભો થાય માટે આયોજન કરવામાં આવ્યું હતુ.

મેદાનમાં એક પછી એક વિવિધ ટીમોના ખેલાડીઓએ દ્વારા ચોગ્ગા અને છક્કા મારતા મેદાનમાં ઉપસ્થિત પ્રેક્ષકોને ચિચિયારીઓ વધાવ્યા હતા. આ પ્રસંગે સમાજના પ્રમુખ કિરીટભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટની સાથે સાથે સામાજિક સમરસતા નો ભાવ જળવાય અને દૂર દૂર રહેતા સમાજના લોકોમાં ફિટનેસ અંગે જાગૃતિ આવે તેવો સંદેશો પણ આપતી આ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત મુંબઈ ખાતે થઈ હતી.

ત્યારબાદ વાપી,વડોદરા,સુરત,અમદાવાદ બાદ આજે હિંમતનગર ખાતે યોજાઈ હતી.વિજેતા અને રનર્સઅપ ટીમોને અને વિશિષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટ્રોફી અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે હિંમતનગર એકમ CTMBS ટીમના પ્રમુખ દીપકકુમાર ત્રિવેદી, નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, સંજયભાઈ ત્રિવેદી, ઇન્દ્રવદનભાઈ ત્રિવેદી, ચેતનભાઇ ઉપાધ્યાય, મહેશભાઇ ત્રિવેદી સહિતના યુવા કાર્યકર્તાઓ દ્વારા  ભારે જહેમત ઉઠાવીને ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી.

હિંમતનગર CTMBS ક્રિકેટ ટુર્નામેન્ટનાની ફાઇનલ મેચમાં અમદાવાદ અને હિંમતનગરની ટીમ વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. જેમાં ટોસ જીતીને અમદાવાદની ટીમે પ્રથમ બેટીંગ લીધી હતી અને એકપણ વિકેટ ગુમાવ્યા વગર છ ઓવરમાં ૯૧ રન કર્યા હતા.

જોકે ત્યારબાદ મેદાનમાં ઉતરેલી હિંમતનગરની ટીમે ૬ ઓવરમાં માત્ર ૫૮ રન બનાવ્યા હતા. આમ ફાઇનલ મેચમાં અમદાવાદની ટીમનો વિજય થતા દયાશંકર હરીશંકર જોષી ટ્રોફિ આપીને વિજેતા ટીમના ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related Articles

Back to top button