sabarkathaराष्ट्रीय

શહેરમાં ટાવરથી ખાડિયા ચાર રસ્તા સુધીના મોડલ રોડનું કામ શરૂ અને પછી ઠપ્પ…?!

શહેરમાં ટાવરથી ખાડિયા ચાર રસ્તા સુધીના મોડલ રોડનું કામ શરૂ અને પછી ઠપ્પ...?!

હિંમતનગર શહેરમાં ટાવરથી ખાડિયા ચાર રસ્તા સુધીના મોડલ રોડનું કામ શરૂ તો થયું પરંતુ અત્યારે બંધ હાલતમાં રોડ પૂરો ક્યારે બનશે…તેવી પ્રજા અને વેપારીઓની માગણી છે.

હિંમતનગર શહેરમાં ટાવરથી ખાડિયા ચાર રસ્તા સુધીનો રોડ માટે 1.73 કરોડથી વધુના ખર્ચે મોડલ રોડ બનાવવાનું શરૂ કરાવવા કરવામાં આવ્યું હતું. પરંતુ શરૂ કરાવ્યા બાદ છેલ્લા બે માસથી અડધા રોડનું કામ એકાએક બંધ થઈ જતા  વેપારીઓમાં અને શહેરીજનોમાં પણ જોરદાર અસંતોષ જોવા મળી રહ્યો છે.

હવે પાલિકા દ્વારા આ કામગીરી ઝડપથી શરૂ થઈ જાય  તેવી લાગણી સાથે માગણી છે જ્યારે સ્થાનિક એસોસિયેશનના પ્રમુખ અશ્વિનભાઈ નાણાવટીએ જણાવ્યું કે અમારી રજૂઆત બાદ પાલિકા દ્વારા 15- 16 ડિસેમ્બર સુધીમાં રોડની કામગીરી ચાલુ કરવાનું અને ઉતરાણ પહેલા કામગીરી પૂર્ણ કરી દેવા માટે જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી કામગીરી ચાલુ થઈ નથી.

આ બાબતે નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ડીકુલ ગાંધીએ જણાવ્યું કે લાઈન શિફ્ટિંગ માટે યુજીવીસીએલને જાણ કરવામાં આવ્યું છે જેમાં વિલંબ થઈ રહ્યો છે આ લાઈન શિફ્ટિંગ થઈ ગયા બાદ  રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવશે અને રવિવારથી જ રોડનું કામ ચાલુ થઈ જવાની અપેક્ષા છે જે હોય તે પરંતુ ટાવર રોડ થી ખાડિયા સુધીનો રોડની આ હાલતના કારણે રોડ પરની દુકાનોવાળા શહેરના નાગરિકો સહિત આસપાસના ગામડાઓમાંથી ખરીદી કરવા લોકો  હેરાન પરેશાન થઈ રહ્યા છે.

Related Articles

Back to top button