राष्ट्रीयઅરવલ્લી

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને રૂબરૂ સાંભળી પ્રશ્નોનો નિકાલ કરાયો…

પ્રતિનિધિ:કનુ (કરણ) વાળંદ અરવલ્લી- મોડાસા…..

અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં   જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિક દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તાલુકા સ્વાગત કાર્યક્રમનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. અરજદારોના પ્રશ્નો સાંભળીને સંબધિત વિભાગોને અરજદારશ્રીની રજૂઆત સંદર્ભે તાત્કાલિક તપાસ કરી નિયમોનુસાર હકારાત્મક કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપી હતી.

Related Articles

Back to top button