sabarkathaराष्ट्रीय

હાઇવે પર લુખ્ખા તત્વોનો હિચકારો હુમલો, પોલીસને જાણ કરી, જવાબ-વાહનો બગડી ગયા છે,…?!

બુટલેગરોની ગાડીઓને પકડવા પોલીસ વાહનો પૂરપાટ દોડે, અને કોઇ નાગરિકનો જીવ બચાવવા...?

ગુજરાતીમાં એક કહેવત છે કે દશેરાએ ઘોડુ ન દોડે તો એ ઘોડો કોઇ કામનો નહીં. એમ પોલીસ સત્તાવાળાઓને મુશ્કેલીના સમયે જાણ કરવા છતાં સમયસર ન આવે તો એ પોલીસનું શું કરવું..? સરકારે પોલીસ ખાતાને અધતન વાહનો પૂરા પાડ્યા છે અને જ્યારે મુશ્કોલીમાં મૂકાયેલા એક મિડિયા પરિવારે લુખ્ખા તત્વો અને ગુંડા તત્વોથી બચવા સુરક્ષા માટે પોલીસને જાણ કરી ત્યારે એમ કહેવામાં આવ્યું કે  અમારા વાહનો જુના છે…બગડી ગયા છે…દોડતા નથી….?!

ગુજરાત સરકાર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં જ પોલીસ ખાતાને તેમની ફરજો અને કાર્યો યાદ અપાવતા એમ કહ્યું કે, પોલીસની કામગીરીમાં મુખ્યત્વે સરકારના કાયદાઓનું પાલન તથા જનતાના જાનમાલનું રક્ષણ કરવાની જવાબદારી  હોય છે. પોલીસની કામગીરીમાં દારૂબંધી ઉપરાંત અન્ય ગેરકાયદેસરનાં કૃત્યો કરનાર ગુનેગારોને પકડવાની હોય, તથા રસ્તા-વાહનવ્યવહારનું નિયમન કરવાની કામગીરી હોય છે….

પરંતુ ગાંભોઈ પોલીસનો એક કડવો અનુભવ જાગૃત નાગરિકને થયો કે તેની પાછળ લુખ્ખા તત્વો  લાકડીઓ લઇને પડ્યા હતા અને શામળાજી હાઇવે પર પરિવારની સાથે  કંઇપણ થઇ શકે એમ હતું. આ જાગૃત  નાગરિક પર પોતે પોતાનુ પર્સનલ કામગીરી અર્થે બહારગામથી આવતા હતા ત્યારે રસ્તા પર નશાની હાલતમાં કેટલાક લુખ્ખા તત્વોને એમની ગાડી પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે વખતે તાત્કાલિક ધોરણે ગંભોઈ પોલીસને જાણ કરવામાં આવી અને સઘળી હકીકત દર્શાવીને બચાવવા માટે પોલીસ મોકલવા વિનંતી કરવામાં આવી. જવાબ શું મળ્યો..?

ગાંભોઇ પોલીસ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે અમારી ગાડી બગડી ગઈ છે… દોડતી નથી… એવો જણાવ્યું….! બુટલેગરોની પૂરપાટ સ્પીડમાં જતી કારને રોકવા અને ફિલ્મી સ્ટિલથી પીછો કરતી વખતે ખખડધજ પોલીસ વેન કઇ રીતે ચાલે છે..? તે વખતે એવો જવાબ અપાય છે કે અમારી ગાડી બગડી ગઇ છે….?!

જયારે પોલીસ વિભાગ દ્વારા હેલ્પલાઇન 100 માચટે જે તે પોલીસ વિભાગમાં ગાડી ફાળવવામાં  આવી છે આ ગાડીનો ઉપયોગ હંમેશા કોઈ વ્યક્તિને પોતાના જીવનું જોખમ હોય કે ક્યાંક મુસ્કેલીમાં મૂકાઇ ગઇ હોય તો ૧૦૦ પર હેલ્પ માંગવામાં આવે અને અને પોલીસને જાણ કરે તો તરત જ પોલીસ જીપ ધમધમાટ જતી હોય છે.

પણ અહિયાના એક કિસ્સામાં ચિત્ર કંઇક ઓર જ રંગીન અને મજેદાર જોવા મળ્યું કે વાહન બગડી ગયા છે. સવાલ એ છે કે એ વખતે એ ઘટનામાં કોઇ પોલીસ પરિવાર હોત અને એને  હાઇવેના લુખ્ખા તત્વો હેરાન કરી રહ્યાં હોત તો પણ પોલીસનો એવો જ જવાબ હોત કે અમારા વાહનો બગડી ગયા છે…?!  એ વખતે તો આસપાસના જિલ્લામાંથી પોલીસ કાફલો પહોંચ્યો હોત કે મોકલાયો હોત. પણ આ કિસ્સામાં એવુ ના થયું. અને આખરે…

અને આખરે હાઇવે પર જાનના જોખમ સાથે ફફડતા જીવે મુસાફરી કરી રહેલાં જાગૃત નાગરિકે આખરે પોલીસ કંટ્રોલમાં ફોન કરવો પડ્યો હતો અને તે પછી જ કંઇક રાહત મળી પણ ત્યાં સુધીમાં ગુંડાતત્વોએ કાર પર હુમલો કરીને  જાગૃત નાગરિકની કારના કાચ તોડી નાંખ્યાં હતા…

સમયસર જાણ કરવા છતાં પોલીસ ન આવતા અનેક સવાલો અહીંયા ઉભા થઇ રહ્યા છે શું પોલીસને હુમલાખોર સાથે કોઈ  સીધો કે  પરોક્ષ સંબંધ છે કે શું?  શુ 100 ગાડી ઇમરજન્સી ફોન કરે ત્યારે ઘટના સ્થળે જવા માટેની હોય છે કે પછી કોઈપણ ખાનગી કામગીરી માટે જવાનું  હોય તો પણ 100ની હેલ્પલાઇનનો ગાડીનો પોલીસ ઉપયોગ કરી શકે ખરા…?!

આ બાબતની જાણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ને રજુઆત કરવામાં આવશે

Related Articles

Back to top button