sabarkathaराष्ट्रीय
રવિપુરા કંપા નજીક કારમાં આગ લાગતા અફડા તફડી…સદનશીબે કોઇ જાનહાનિ નહીં…
રવિપુરા કંપા નજીક કારમાં આગ લાગતા અફડા તફડી...સદનશીબે કોઇ જાનહાનિ નહીં...
વડાલી તાલુકાના રવિપુરા કંપા નજીક કારમાં આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જો કે સમયસુકતાને કારણે કોઇ જાનહાનિ થઇ નહોતી.
પ્રાપ્ત વિગત અનુસાર, વડાલી તાલુકાથી પૂર્વ વિભાગમાં આવેલ રવિપુરા કંપા નજીક દામાવાસ કંપાના રહીશ પટેલ નરસિંહભાઈ કરમશીભાઈ કે જેઓ રવિપુરા કંપા જઈ પરત ફરતા હતા ત્યારે અચાનક જ તેમની ફોરવ્હીલર ગાડીમાં શોર્ટ સર્કિટની ઘટના બની હતી.
શોર્ટ સર્કિટના પગલે તાત્કાલિક ગાડી ઉભી રાખી ઉતરી ગયા હતા જેને લઈને કોઈ અનિચ્છનિય બનાવ ન બન્યો હતો. પરંતુ ગાડી વધુને વધુ ભડભડ સળગવા માંડી હતી. આ અંગે તાત્કાલિક નગરપાલિકાના ફાયર વિભાગને ફોન કરતા તાત્કાલિક પાણીની ગાડી આવી ગઈ હતી અને આગ ઓલવી નાંખી હતી પરંતુ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.




