sabarkathaराष्ट्रीय

મોદીજી વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કરે છે, તલોદમાં પાર્ટીના લોકો રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે..?

મોદીજી વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કરે છે, તલોદમાં પાર્ટીના લોકો રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે..?

સાબરકાંઠામાં સ્થાનિક સંસ્થાઓમા  નવા પદાધિકારીઓની નિમણુંકો થઇ ગઇ છે. નવા પદાધિકારીઓની નિમણુંકના પગલે યોજાયેલા વિજય સરઘસમાં તલોદમાં પ્રમુખના વિજય સરઘસમાં ત્રિરંગો ભુલાયો એટલુ જ નહીં પણ તેનું અપમાન પણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

ભાજપના મોભી અને દેશ દુનિયામાં તિરંગાનું માન સન્માન વધાવનાર આપણાં લોકલાડીલા વડાપ્રધાન મોદીજી તિરંગાને કેટલુ તવજ્જુ આપે છે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. દેશ પહેલા પછી ઘર પરિવાર અને તિરંગા મેરી જાન હૈ…એમ કહેનાર અને માનનાર મોદીજી કેટલી આનબાન અને શાનથી દર વર્ષે 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવે છે તે સૌએ જોયુ છે.

તલોદના ભાજપના કાર્યકરોએ પણ જોયુ હશે તેમ છતાં વિજય સરઘસમાં એવુ જોવા મળ્યું કે, ભાજપના કાર્યકરોએ ગાડી આગળ ભાજપના ઝંડા લગાવ્યા….અને જેના પર કંઇ કેટલાયે કુરબાન થઇ ગયા એ તિરંગો કહેતા રાષ્ટ્ર ધ્વજને ગાડીની પાછળ લગાવીને ધ્વજ પકડીને કાર્યકર્તાઓ ગાડીમાં ચડ્યા હતા….

આ જોઇને ઘણાંએ ચીકા કરી કે પદ કે  હોદ્દાની ખુશીમાં રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે પણ તેઓ ભૂલી જાય છે કે ભાજપ નહીં પણ રાષ્ટ્ર પ્રથમ છે તેથી રાષ્ટર ધ્વજ પણ પહેલા લગાવાય અને પાર્ટીનો ઝંડો પછી લગાવાય. પરંતુ ભાજપના કમળછાપ ધ્વજો ગાડીની આગળ ફરકાવાયા હતા. એમ કહી શકાય કે તલોદમાં રાષ્ટ્ર ધ્વજ કરતા પક્ષના ઝંડાને વધુ મહત્વ આપવામાં આવ્યું, જે મોદીજીને કદાપી મંજૂર નથી અને આ અંગેના પોટા અને વિડિયો પીએમઓમાં મોકલવાની તજવીજ પણ થવી જોઇએ.

Related Articles

Back to top button