
હાલમાં પાવન શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. વાર તહેવાર નજીકમાં છે. નવરાત્રિ પણ કાંઇ દૂર નથી. તેવા ધાર્મિક વાતાવરણમાં અરવલ્લીમાં મોડાસાના મેઢાસણ ગામે રામેશ્વર મહાદેવ મંદિરે 1008 દીવડાની આરતી ઉતારવામાં આવી હતી.
આ આરતીનો મહિમા અને મહત્વ એ છે કે તે નાતજાતના ભેદભાવ વગર સમૂહમાં યોજાય છે અને તેથી તેને સમૂહ આરતી પણ કહેવાય છે. મહા કે સમૂહ આરતી અગાઉ ગામના તળાવમાં 501 દિવડા પધરાવવામાં આવ્યાં હતા.
સ્થાનિક ગામવાસીઓમાં એવી લોકમાન્યતા રહેલી છે કે, દર વર્ષે તળાવમાં દીપ વહેતા મુકવાથી કોઇપણ પ્રકારની મહામારી નિવારી શકાય છે. અને તેથી દર શ્રાવણના છેલ્લા રવિવારે રામેશ્વર મહાદેવમાં અનોખી ઉજવણી થાય છે.જ્યારે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સમૂહ આરતીનું આયોજન સૌના લાભાર્થે યોજાય છે.




