sabarkathaराष्ट्रीय

નાણાકીય ઠગાઇ મામલે બેરણાના 3 જણાં સામે અમીરગઢમાં પોલીસ ફરિયાદ…

નાણાકીય ઠગાઇ મામલે બેરણાના 3 જણાં સામે અમીરગઢમાં પોલીસ ફરિયાદ...

સાબરકાંઠાને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢના ઢોલિયા ગામના એક વકીલ સાથે છેતરપિંડીનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં તેમની પાસેથી 3 જણાએ 2 લાખ પડાવ્યાં હતા.

વિગતે જોઇએ તો અમીરગઢ પોલીસ મથકે બળવંતસિંહ ઠાકોર સહિત 3 સામે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયુ હતું કે  ફરિયાદીને પોલીસ સબ ઇન્સ્પેકટર (પીએએસઆઇ)ની પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી 2 લાખ પડાવ્યા હતા.

જેમની સામે ફરિયાદ છે એમણે  ફરિયાદી સાથે પરીક્ષામાં પાસ કરાવી આપવા 20 લાખ મા સોદો નક્કી કર્યો હતો અને પહેલા 2 લાખ રોકડા આપ્યા હતા. આ 3 ઇસમો હિંમતનગરના બેરણાં ગામના  છે. અને તેમણે આવી લાલચ આપી હતી.

જો કે Psiની પરીક્ષામાં પાસ ન થતાં ફરિયાદીએ પોતાના નાણાં પરત માંગ્યા હતા પરંતુ તેમણે પરત નહીં આપતાં તેમણે ઠગાઇ કર્યાનું લાગતા તેમની સામે ફરિયાદ નોંધાઇ હતી.

Related Articles

Back to top button