गुजरात

વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદી વાતાવરણ….

વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદી વાતાવરણ....

ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આજે રાજ્યના 23 તાલુકાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આજે હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે. જેમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. જેને લઈ હવે ખેડૂતોના ચહેરા પર અનોખી ચમક જોવા મળશે. છેલ્લા કેટલા દિવસો સુધી વરસાદે આરામ લીધા બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થશે.

હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્રારકા, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઇ છે.

લો પ્રેશરના ક્ષેત્ર દક્ષિણી ઓડિશા અને ઉત્તરી આંધ્ર પ્રદેશની વચ્ચેના તટ પર સ્થિત છે. વિભાગે કહ્યું છે કે તેના પ્રભાવના કારણે ઓડિશામાં અતિ ભારે વરસાદ થશે. પવન ફૂંકાશે અને વિજળીઓ ચમકશે.હવામાન વિભાગે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં વિજળીના ચમકારા અને વાવાઝોડા સાથે 6થી 7 સપ્ટેમ્બરે થોડો અથવા મધ્યમ તીવ્રતાનો વરસાદ થઈ શકે છે. ત્યાં જ ઓડિશા, ઝારખંડ અને અંડમાન અને નિકોબારમાં ખૂબ વરસાદ થઈ શકે છે. તેના કારણે ઓડિશાના નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા થઈ શકે છે અને શહેરી વિસ્તારોમાં ટ્રાફિક જામ થવાની ચેતવણી આપવામાં આવી છે.

Related Articles

Back to top button