उत्तरप्रदेशराष्ट्रीय

દારૂ મામલે બિહારના સીએમ સામે ફોજદારી ફરિયાદ….!

દારૂ મામલે બિહારના સીએમ સામે ફોજદારી ફરિયાદ....!

બિહારમાં વર્ષ 2016થી દારુબંધી છે તેમ છતાં પણ ઘણા એવા કિસ્સાઓ બન્યા છે જેમાં ઝેરી દારુ પીવાથી અનેક લોકોના મોત થયા છે. આને લઈને મુઝફ્ફરપુર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર, આબકારી કમિશનર વિનોદ સિંહ ગુંજિયાલ સહિત બિહારના દરેક જિલ્લાના આબકારી અધીક્ષકો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બિહારમાં ઝેરી દારુ પીવાથી 243 લોકોના મોત મામલે દોષિત હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ વકીલ સુશીલ કુમાર દ્વારા દાખલ કરવામાં આવી છે. વકીલ સુશીલ કુમાર સિંહે ઝેરી દારુ પીવાથી થયેલા મોતના સરકારી આંકડાઓને આધાર બનાવ્યો છે.

કલમ 304 અને 120બી તેમજ 34 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોર્ટે આ ફરિયાદ સ્વીકારી છે અને આ કેસની સુનાવણી આગામી તારીખ 16મી સપ્ટેમ્બર આપવામાં આવી છે. વકીલ સુશીલ કુમારે જણાવ્યું હતું કે RTIના જવાબમાં તેમને આ જાણકારી મળી હતી કે દારુબંધી લાગુ થયા બાદ ઓગસ્ટ 2023 સુધી બિહારમાં કુલ 243 લોકોની મોત ઝેરી દારુથી થઈ છે.

આ લોકોના મોત માટે બિહાર સરકાર જવાબદાર ઠેરવતા ફરિયાદ દાખલ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે 2016 પહેલા દારુના વેંચાણ પર રોક ન હતી તે સમયે પણ આ જ મુખ્યમંત્રી હતા જેમણે દરેક શેરી ગલીમાં દારુની દુકાનો ખોલાવી હતી અને એક ક્વોટા નક્કી કરવામાં આવ્યો હતો. જે દુકાનદારોનું દારુનું વેચાણ ક્વોટા મુજબ થતું ન હતું તેઓએ ક્વોટા મુજબ ટેક્સ જમા કરવો પડતો હતો.

Related Articles

Back to top button