sabarkathaराष्ट्रीय

મસ્તુપુરમાં વીજ કરંટથી યુવકના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું…

મસ્તુપુરમાં વીજ કરંટથી યુવકના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું...

સાબરકાંઠામાં ઈડરના મસ્તુપુરમાં વીજ કરંટ લાગવાથી એક યુવકના મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને આખા ગામમાં શોકની લાગણી છવાઇ હતી.

વિગતે જોઇએ તો, મસ્ત્તુપુર ગામ પંચાયત વિસ્તારમા આવેલ ગઠીયા વસાહતમાં બનેલી  ઘટનામાં મકાનના બીજાં માળે શોર્ટ સર્કિટ થતાં યુવકને કરંટ લાગ્યો હતો. યુવકને વીજ કરંટ લાગતાં તરત જ સારવાર અર્થે ઈડરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે હાજર તબીબે યુવકને મૃત જાહેર કરતા પી.એમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડયા હતા.

આમ મજૂરી કરી જીવન ગુજારતા એક પરિવારે 25 વર્ષીય દીકરો ગુમાવ્યો હતો અને બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. પરિવારનો દીકરો મોતને ભેટતા પરિવાર પર આભ ફાટ્યું હતું….

Related Articles

Back to top button