राष्ट्रीय

પ્રાચીન રાસ-ગરબાઃ જ્યાં અહીં ખુદ દેવી-દેવતાઓ જ રાસ રમતા જોવા મળે છે….

પ્રાચીન રાસ-ગરબાઃ જ્યાં અહીં ખુદ દેવી-દેવતાઓ જ રાસ રમતા જોવા મળે છે....

હાલ નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે ઠેર ઠેર ગરબાનું વિશેષ આયોજન કરવામા આવ્યું હતુ જેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી રહીં છે. ત્યારે આવા જ એક અનોખા વેશભૂષા ગરબાનું આયોજન જામનગરના ભારત માતા ગરબી મંડળ દ્વારા કરવામા આવ્યું છે. જેમાં યુવક અને યુવતીઓ વિવિધ દેવી-દેવતાઓના શૃંગાર સાથે રાસ રમતા જોવા મળે છે. આ અનોખા ગરબાનો લ્હાવો લેવા લોકો ઉમટી પડે છે.

જામનગર લીમડા લાઇનમાં ભારત માતા ગરબી મંડળ દ્વારા વર્ષોથી ગરબાનું આયોજન કરવામા આવે છે. જેમાં અહીના યુવાનો આજે પણ નવરાત્રી દરમિયાન દેવતાઓના વસ્ત્રો અને વેશ પરિધાન કરીને ગરબીમા માતાજીની આરાધના કરે છે અને ગરબે ઘુમે છે. જેમાં યુવક- યુવતીઓ રામ, લક્ષ્મણ, સીતા, કૃષ્ણ, રાધાજી શંકર ભગવાન, ગણેશ ,હનુમાન ,રાવણ, ઋષિ-મુનિ, અસુર જેવા રામાયણ તથા મહાભારતના અનેકવિધ પાત્રોની આહેબહુ વેશભૂષા ધારણ કરી એક જ મંચ ઉપર રાસ કરીને માતાજીની આરાધના કરતા હોય છે.

આ ગરબી જોવા માટે જામનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાથી પણ મોટી સંખ્યામા લોકો ઉમટતા હોય છે. આ રાસ જોનારા લોકોને એવો અનુભવ થાય છે કે જાણે સ્વયંમ ભગવાન પૃથ્વી પર આવ્યા હોય અને તે ગરબે ઘૂમતા હોય.

Related Articles

Back to top button