ગેરકાયદે દારૂ ઘૂસાડવાનો નવો નુસ્ખો જોરદાર…,પણ આખરે પોલીસની જીત…
ગેરકાયદે દારૂ ઘૂસાડવાનો નવો નુસ્ખો જોરદાર...,પણ આખરે પોલીસની જીત...
એક તરફ પોલીસ છે તો બીજી તરફ બુટલેગરો છે. બુટલેગરો પોલીસથી બચીને ગેરકાયદે દારૂનો જથ્થો કઇ રીતે ઘૂસાડવો તેના નુસ્ખા અજમાવે પણ પોલીસ સામે એ નુસ્ખા લાંબો સમય ટકતો નથી. બાઇક, ઇકો કાર, એસયુવી, ટ્રક, કન્ટેનર વગેરેમાં દારૂ લાવવાના કિસ્સા બન્યા છે પણ એક બુટલેગરે એવો નુસ્ખો અજમાવ્યો કે આખરે પકડાઇ ગયો.. !
સાબરકાંઠામાં દિવાળીના તહેવારમાં દારૂ ઠાલવવા મુદ્દે હવે અલગ મોડસ ઓપરેન્ડી અજમાવવમાં આવી રહી હોય તેમ એક બુટલેગર દ્વારા ટ્રેકટર-ટ્રોલી માં વિદેશી દારૂ લવાતો હતો….. ટ્રેકટર, ટ્રોલી માં પતરા ની આડમાં લવાતો આ વિદેશી દારૂમાં . 80 નંગ વિદેશ બ્રાન્ડ દારૂની બોટલ સાથે એક આરોપીને ઝબ્બે કરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા ઇડર- હિમતનગર હાઇવે પર કોર્ડન કનેરી તપાસ કરતા 6.35 લાખ કરતા વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. વડાલીનો રહેવાસી ઉમેદજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…..




