sabarkathaराष्ट्रीय

સાબરકાંઠામાં ખનિજ માફિયા બેફામ, પંચાયતને ખુલ્લેઆમ આપી ધમકી-અમે તો ખનિજ ચોરી કરીશું જ…

સાબરકાંઠામાં ખનિજ માફિયા બેફામ, પંચાયતને ખુલ્લેઆમ આપી ધમકી-અમે તો ખનિજ ચોરી કરીશું જ...

સાબરકાંઠામાં ખનિજ માફિયા બેફામ બન્યા છે તેમાં કોઇ શક નથી. કેમ કે ખ કિસ્સામાંખનિજમાફિયાઓ પંચાયતના સત્તાવાળોને દિવસે રેતીની ચોરી નહીં કરવા દો તો રાત્રે રેતીની ચોરી કરીશું…એવી ચીમકી પણ આપી છે.

વિગતે જોઇએ તો, ખનિજ માફિયાઓને તંત્ર નો પણ ડર ન હોય એવા એક કિસ્સામાં ઈડર તાલુકાના જાદર ગામ પંચાયત વિસ્તારમા પાસ પરમીટ વિના માટીની ચોરી થતી હતી. અને પણ પંચાયતનાં ગૌચર જમીનમાંથી મોટી માત્રામાં માટી ચોરી કરતા હતા.

આ અંગે  ગામ પંચાયતે બાતમી આધારે સાબરકાંઠા ખાણખનિજ વિભાગને જાણ કરી હતી. ઈડર તાલુકાના જાદરમાં માટી ચોરો સામે ખાણખનિજ વિભાગે કાર્યવાહી હાથ ધરીને તપાસ કરતાં 150 કરતા પણ વઘુ ટ્રેક્ટરો ભરી ગૌચરમાંથી માટી ચોરી થયાનું બહાર આવ્યું હતું.

સ્થળ પર ગામ પંચાયત તેમજ ખાણખનિજ વિભાગની રેડ પહેલા 2 ટ્રેક્ટર 1 જી.સી.બી પ્લાયન થઇ ગયા હતા. જો કે ખાણખનિજ વિભાગ અધિકારીઓએ  ધટના સ્થળે પહોંચી મુદ્દામાલ કબ્જે લઈ આગળની વધું તપાસ હાથ ધરીને ખનીજ માફિયા સામે દંડનીય કાર્યવાહી હાધ ધરી છે.

દરમ્યાન, ગામ પંચાયત સ્થળ મુલાકાતે પહોચતા ખનિજ ચોરનો પંચાયતને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો કે, દિવસે નહી તો રાત્રે પણ પાસ પરમીટ વિના માટી ચોરી કરવામાં આવશે, એવી ધમકી પણ આપી હતી.. ખાણ-ખનિજ વિભાગે માટી ચોર વિરૂદ્ધ કાર્યવાહી કરતા અન્ય ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે.

Related Articles

Back to top button