અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જીતપુર મોરી ગામે જીવંત વીજ તાર ભેગા થઈ જતા તેમાંથી વીજલીના ભયાનક તણખા ઝર્યાની ઘટના બની હતી. જેના પગલે આગ લાગી હતી.
જીતપુર. મોરી ગામના વણજારા ચુનાભાઈના પશુઓ ભોગ બનતા પશુપાલક માથે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. કેમ કે વીજતણખા ઝરતા ઢોર બાંધવાના ઢાડીયામાં આગ લાગી હતી અને આગ લાગતા ઢાડીયામાં બાંધેલા 5 પશુઓ શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા.
જેમાં 2 ભેંસ,2 ગાય અને એક પાડી શરીરે દાઝયા બાદ પાડીનું મોત થયું જયારે બે પશુઓ ગંભીર હાલતમાં છે. જેમની સારવાર ચાલે છે.




