sabarkathaराष्ट्रीय

ચૂંટણી2024: સાબરકાંઠા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ ઉમેદવારી નોંધાવી…

ચૂંટણી2024: સાબરકાંઠા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ ઉમેદવારી નોંધાવી...

 

ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ગઇ છે. રાજકોટમાં ભાજપના રૂપાલાએ વટ કે સાથે શક્તિ પ્રદર્શન યોજીને ક્ષત્રિયોના વિરોધની ચિંતા કર્યા વગર ઉમેદવારી નોંધાવી છે. તો સાબરકાંઠામાં પણ એક ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી.

વિગતે જોઇએ તો, સાબરકાંઠા- 05 લોકસભા બેઠક પર  હિંમતનગરમાં કોંગ્રેસના ઉમેદવારે આજે જાહેરસભાને સંબોધન કર્યા  બાદ  રેલી સ્વરૂપે સમર્થકો સાથે કલેકટર કચેરી બહુમાળી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

હિંમતનગરમાં આજે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની હાજરીમાં સહકારી જીન વિસ્તારમાં અશોક વાટિકામાં સભા યોજાઈ હતી. કોંગ્રેસની યોજાયેલી વિજય સંકલ્પ રેલીમાં  ચૌધરીને જંગી મતોથી જીતાડવાનો સંકલ્પ લેવાયો હતો.

લોકસભાના ઉમેદવાર તુષાર ચૌધરી સભાસ્થળેથી શક્તિ પ્રદર્શન કરતા નામાંકન કરવા માટે નીકળ્યા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ હતું

 તુષાર ચૌધરી નામાંકન પ્રક્રિયામાં બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ જોડાયા હતા ગેનીબેન ઠાકોર દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ડૉ. તુષાર ચૌધરીના પિતા અમરસિંહચૌધરીને યાદ કર્યા હતા અને તેઓ દ્વારા ભૂતકાળમાં આવેલ દુષ્કાળ સમયે તેમના દ્વારા કરવામાં આવેલી કામગીરીને પણ યાદ કરી મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતો.

Related Articles

Back to top button