sabarkathaराष्ट्रीय

કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી…કોને મળશે ટિકિટ…?

કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી...કોને મળશે ટિકિટ...?

સાબરકાંઠામાં વિધાનસભા ચૂંટણીઓનો કોલાહલ સંભળાઇ રહ્યો છે., રાજકીય મિટીંગોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. એક પછી એક બેઠકો યોજાઇ રહી છે. ભાજપ દ્વરા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા આરંભાઇ તે પહેલાં કોંગ્રેસમાં આ પ્રક્રિયા હાથ ધરાઇ છે.

વિગતે જોઇએ તો કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણી પૂર્વે ઉમેદવારોની પસંદગીની  સેન્સ  લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ.છે. હિંમતનગર સર્કિટહાઉસ ખાતે એઆઇસીસીના સેક્રેટરી દ્વારા  આ રાજકીય સેન્સ લેવામાં આવી રહ્યો છે.

એક સમયે જિલ્લામાં 7 બેઠકો હતી પણ જિલ્લા વિભાજનના પગલે  હવે સાબરકાંઠા જિલ્લાની ચાર બેઠક પર ઉમેદવારી નોંધાવવા કાર્યકરો આવી પહોંચ્યા.હતા. એઆઇસીસીના સેક્રેટરી વિરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે. જેઓ સંભવિત દાવેદારોની યાદી પાર્ટીને મોકલશે અને કોને ટિકિટ મળશે તેનો નિર્ણય જગદીશ ઠાકોર દ્વારા લેવાશે.

Related Articles

Back to top button