राष्ट्रीयહિમતનગર

હિમતનગરમાં ઉજવાયો એક અનોખો પ્રસંગ ….જાણશો તો ચોંકી જશો..

હિમતનગરમાં ઉજવાયો એક અનોખો પ્રસંગ ....જાણશો તો ચોંકી જશો..

હિમતનગરમાં એક અનોખો પ્રસંગ ઉજવાયો….જ્યાં એક યુવાનને પીઠી ચોળાઈ…લગ્ન ગીતો ગવાયા….પણ તેના લગ્ન ના થયા… ધામધુમથી લગ્નની જેમ ઉજવાયેલો આ પ્રસંગ હતો ખાસ,,.. તો શું હતી આ પ્રસંગની વિશેષતા જોઈએ આ અહેવાલમાં…..!

પીઠી ચોળાઈ રહી છે….સાથે ગવાઈ રહ્યા છે મંગલ ગીતો….હા… તમને લાગશે કે આ કોઈ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે…. પણ નાં….આ નથી કોઈ લગ્ન પ્રસંગ,,,આ વિધિ ચાલી રહી છે પુરુષમાંથી કિન્નર બનાવવાની વિધિ… હિમતનગરનાં ગિરધર નગરનો મનીષ આજે સુહાની બની રહ્યો છે….અને તેને લેવા માટે વાજતે ગાજતે હિમતનગરનો કિન્નર સમાજ આજે તેના ઘરે આવ્યો છે….

મનિષના વર્તનમાં છેલ્લા ઘણા સમયથી બદલાવ આવેલો…અને આ બદલાવ બાદ કિન્નરના લક્ષણ દેખાતા મનિષના માતા જ તેને કિન્નર સમાજ અપનાવે તે માટે કિન્નર સોનલ દે ના ઘરે ગયેલા…..સોનલ દે અને તેમના સમાજે મનિષને સહર્ષ આવકાર્યો અને તેના ઘરે જઈને લગ્ન પ્રસંગની  જેમ તેના આગમનના ઉત્સવને વધાવ્યો…

મનીષ અત્યાર સુધી પુરુષના વેશે રહેતો તે આજે સુહાની બની સોળે શણગાર સજી ઘરેથી વિદાય થયો હતો.. તો તેને વિદાય આપવા માટે તેના પરિવારજનો જ નહિ પણ આખું ગિરધરનગર ઉમટેલું….હવે આ સુહાની કિન્નર સમાજનો સભ્ય બની ગયો…..અને સુહાની માસી નામ હવે આજીવન તેની ઓળખ બની ગયું….

Related Articles

Back to top button