राष्ट्रीयદહેગામ

34-વિધાનસભા બેઠક માટે ભામાશાને ટિકિટ મળેઃ ગ્રામજનોની લાગણી

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ…….

દહેગામ તાલુકામાં 34-વિધાનસભાની આવી રહેલી ચૂંટણીમાં શ્રી રોહિતજી ભામાશાને દહેગામ તાલુકામાંથી સો ટકા આવકાર મળી રહ્યો છે. તેમણે  60 જેટલા ગામોની મુલાકાત લીધી છે અને  વિધાનસભાની ટિકિટ રોહિતજી ઠાકોરને મળે તેવી  સંભાવના છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં 34- વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દહેગામ તાલુકામાં ભાજપના છ જેટલા ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીની માગણી કરી રહ્યાં છે એવા સમયે ભામાશા રોહિત ઠાકોરે આ તાલુકામાં છેલ્લા એક માસથી દહેગામ તાલુકાના ૬૦  જેટલા ગામોની આ નવલી નવરાત્રિમાં મુલાકાત લીધી છે અને માતાજીની આરાધના કરીને ગ્રામજનોને પણ ખુશ કરી દીધા છે.

અંદાજે ૬૦ ગામોમાંથી મોટાભાગના ગામોમાંથી રોહિતજી ને વિધાનસભાની ટિકિટ માટે જીતાડવાની પણ બોહેધરી  આપતા ગ્રામજનો જોવા મળી રહ્યા છે અને  માતાજીની આરતી મા દેગામ તાલુકાના નાના છોકરાઓ અને મહિલાઓને તેમને ગામેગામ દાન દક્ષિણા આપીને એક મોટી સેવાનું કામ પણ હાલમાં કરી રહ્યા છે.

આ અંગે જાણકારો કહે છે કે,  ભલે ટિકિટ મળે પણ અને  ન પણ મળે પરંતુ ભામાશા તરીકે પોતાની નામનાનો આખા દહેગામ તાલુકામાં ડંકો વગાડે છે. પરંતુ ગામજનોના મંતવ્ય મુજબ તાલુકામાં તેમને સો ટકા ગ્રામજનો સહકાર મળશે તેવી ખાતરી ગ્રામજનો આપતા નજરે પડી રહ્યા છે જો ભાજપ પક્ષ શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર ભામાશાને વિધાનસભાની ટિકિટ ફાળવશે તો તાલુકાના ગ્રામજનો તેમને પૂરેપૂરો સહકાર આપશે.

Related Articles

Back to top button