राष्ट्रीय

અરેરાટીઃ મથુરા જતાં ગુજરાતીઓને નડ્યો અકસ્માત, 11ના મોત…..બધા ભાવનગરના…

અરેરાટીઃ મથુરા જતાં ગુજરાતીઓને નડ્યો અકસ્માત, 11ના મોત.....બધા ભાવનગરના...

ગુજરાતની લકઝરી બસને રાજસ્થાનના ભરતપુર પાસે ભારે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં એક સાથે 11 લોકોના મોત થયા છે.

ગુજરાતના ભાવનગરથી શ્રદ્ધાળુઓને લઈને મથુરા જતાં બસને રાજસ્થાનના ભરતપુર પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માતના પગલે સ્થાનિક લોકો એકઠાં થયા હતા. અને પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓનું માનવું છે કે અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધી શકે છે.

મળતી માહિતી પ્રમાણે ભાવનગરથી શ્રદ્ધાળુઓ ભરેલી બસ મથુરા જઈ રહી હતી. જોકે, આ બસ રાજસ્થાનના ભરતપુર પાસે આગ્રા જયપુર નેશનલ હાઇવે 21 પર હંતારા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આશરે 5.30 વાગ્યે બસર અચાનક પલટી મારી ગઈ હતી. ડ્રાઇવર અને તેના સાથીઓ સહિત શ્રદ્ધાળુઓ પણ બસમાંથી ઉતરીને રસ્તા પાસે ઉભા હતા. ડ્રાઇવર અને તેમના સાથી બસને સરખી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી અને બાજુમાં ઊભેલા લોકોને પણ કચડી નાંખ્યા હતા.

Related Articles

Back to top button