સાબરકાંઠાના ઈડર શહેરમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ..? પોલીસ ક્યાં છે..?
સાબરકાંઠાના ઈડર શહેરમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ..? પોલીસ ક્યાં છે..?
સાબરકાંઠાના ઈડર શહેરમાં દેશી દારૂની હાટડીઓ ધમધમતી હોવાનો વિડિયો વાઇરલ થતાં પોલીસ દળમાં હલચલ મચી છે. કેમ કે થોડા દિવસ અગાઉ રાજ્યમાં લઠ્ઠાકાંડને લઇ પોલીસ તંત્ર સક્રિય થઈ હતી. તેવા સમયે ઈડર શહેરનો વિડિઓ વાઇરલ થતાં પ્રસાશન સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે…
સાબરકાંઠા જિલ્લાનાં ઈડર શહેરમાં ચાલતાં દેશી દારૂનાં અડ્ડાનો વિડિઓ વાઇરલ થયો છે શહેરમાં ખુલ્લે આમ દેશી દારૂની હાટડીઓ ધમધમતી હોવાનો વિડિયો સોશીયલ મીડીયામાં વાઇરલ થતાં તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો પોકળ સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે તેવીજ રીતે ઈડર શહેરમાં બૂટલેગરો બેફામ બન્યા હોય તેવાં દ્ર્શ્યો સામે આવ્યાં છે તંત્રનાં ડર વિના બૂટલેગરો પોલીસને ખૂલ્લી ચેલેન્જ આપતા હોય તેમ ખુલ્લેઆમ દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
ઇડર શહેરના જાગૃત નાગરિકે દારૂનું વેચાણ કરતા બૂટલેગરનોં વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તંત્ર પ્રસાશન સામે અનેકો અનેક સવાલો ઉઠવા પામ્યા છે શું ગુજરાતમાં દારૂબંધી ફક્ત પેપર સુધી સિમિત છે કે કેમ્ શું પોલીસ તંત્ર બુટલેગરો સામે લાલ આંખ કરશે કે કેમ્ તે તો હવે આવનારો સમય જ બતાવશે..




