ચેક રિટર્ન કેસમાં મહિલાને 3માર્સની સજા અને દંડ ફટકારાયો…
ચેક રિટર્ન કેસમાં મહિલાને 3 માર્સ ની સજા અને દંડ ફટકારાયો...
ચેક રીટર્ન કેસમાં હિંમતનગર કોર્ટ દ્વારા ખુશ્બુબાનું હીદાયતભાઈ મેમણ, રહે.કીફાયતનગર, સવગઢ, તા. હિંમતનગર, જી.સાબરકાંઠા ૩ (ત્રણ) માર્સની સાદી કેદની સજા તેમજ ચેકની રૂા.૨૫,૦૦૦/- પુરા વળતર પેટે ચુકવવા અને રકમ ન ભરે તો વધુ ૧૫ દીવસની સજાનો હુકમ તા.૯-૭-૨૦૨૪ના રોજ કયો હતો..
આ અંગે વિગત એવી છે કે, શુભ લાભ ફાયનાન્સના માલીક/પ્રોપરાઈટ બલભદ્રસિંહ જગદેવસિંહ ડાભી હિંમતનગર મુકામે ફાઈનાન્સની પેઢી ધરાવતા હોઈ સદરહું ફાઈનાન્સ પેઢી પાસેથી ખુશ્બુબાનું હિદાયતભાઈ મેમણ, રહે.કીફાયતનગ૨,સવગઢ ,તા.હિંમતનગ૨,જી.સાબરકાંઠાનાએ ધીરધારના નિયમોનુસાન ધીરાણ મેળવ્યું હતું.
જે લોન ભરપાઈ કરવા સારુ ખુશ્બુબાનું હિદાયતભાઈ મેમણએ ફરીયાદી પેઢીને પ્રોમેસરી નોટ તેમજ બેન્ક ઓફ બરોડા, સવગઢ શાખાનો તા. ૨૪-૧૧-૨૦૨૩ના રોજ ચેક રૂા.૨૫,૦૦૦/- પુરાનો લોનની જવાબદારી અદા કરવા સારુ આપેલ જે ચેક વણસ્વીકરાયે પરત ફરતા ફરીયાદી પેઢી દ્વારા અમિત ભાવસાર, એડવોકેટ ઘ્વારા હિંમતનગર કોર્ટમાં નેગોશીએબલ એકટની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કર્યો હતો.
જે કેસમાં અમિત ભાવસાર,એડવોકેટેની રજુઆત/દલીલોને નામદાર કોર્ટ ઘ્વારા ગ્રાહય રાખી હિંમતનગરના માનનીય ત્રીજા એડીશનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ, સુનીલકુમાર ચૌધરી સાહેબશ્રીએ જજમેન્ટ ફરમાવી ખુશ્બુબાનું હિદાયતભાઈ મેમણ, રહે.કફાયતનગર, સવગઢ,તા.હિંમતનગર, જી.સાબરકાંઠા ૩ (ત્રણ) માર્સની સાદી કેદની સજા તેમજ ચેકની રૂા.૨૫,૦૦૦/- પુરા વળતર પેટે ચુકવવા અને રકમ ન ભરે તો વધુ ૧૫ દીવસની સજાનો હુકમ તા.૯-૭-૨૦૨૪ના રોજ કયો હતો.




