राष्ट्रीय

જબ નરમ-ગરમ ધર્મેન્દ્ર કો ગુસ્સા ક્યોં આયા…? .કેમેરામેનને મોઢે કહી દીધુ-મૈં જાનતા હું….

જબ નરમ-ગરમ ધર્મેન્દ્ર કો ગુસ્સા ક્યોં આયા...? .કેમેરામેનને મોઢે કહી દીધુ-મૈં જાનતા હું....

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વેટરન એક્ટર ધર્મેન્દ્ર તેમના કુલ અને મજાના સ્વભાવ માટે જાણીતા છે. ફિલ્મોમાં પોતાની મસ્તીમાં મસ્ત રહેનાર વ્યક્તિ તરીકેનું પાત્ર ભજવી ચુકેલા ધર્મેન્દ્ર રિયલ લાઈફમાં પણ ખૂબ જ કુલ છે અને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે સારી એવી વાતો શેર કરતા રહે છે. જોકે સોમવારે ધર્મેન્દ્ર થોડા ગુસ્સામાં અને ઈરિટેટ થયેલા જોવા મળ્યાં હતા. ઉલ્લેખનીય છે કે સોમવારે ધર્મેન્દ્ર એક સ્કુલમાં વોટિંગ કરવા માટે ગયા હતા. વોટિંગ કરીને બહાર નીકળતા ધર્મેન્દ્રને એક કેમેરામેને સવાલ કર્યો હતો. તેના પગલે તેઓ ગુસ્સે થઈ ગયા હતા.

મણે કેમેરામેનના સવાલના જવાબમાં તેને જ ચેતવણી આપી દીધી હતી. વીડિયોમાં તેઓ બોલતા દેખઈ રહ્યાં છે કે “યાર અચ્છે શહેરી બનો, રઈસ બચ્ચે બનો, મા-બાપ સે પ્યાર કરો, આપકો માલૂમ હૈ જો આપ મુજસે કહેલવાના ચાહતે હૈ.”

લોકસભા ચૂંટણીના આજે પાંચમાં તબક્કાનું વોટિંગ ચાલી રહ્યું છે. આ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. આ સિવાય ઓડિશા વિધાનસભાની બચેલી 35 સીટો પર પણ આજે મતદાન છે. લોકસભા ચૂંટણીના આ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 લોકસભા સીટો પર 8 કરોડ 95 લાખથી વધુ મતદાતા 94732 મતદાન કેન્દ્રો પર વોટિંગ કરીને પોતાનો પ્રતિનિધિ ચૂંટશે. ઓડિશા વિધાનસભાની બચેલી 35 સીટો પર પણ આજે જ મતદાન છે.

પાંચમાં તબક્કાની 49 લોકસભા સીટો પર કુલ 695 ઉમેદવારો મેદાનમાં છે. આજે મહારાષ્ટ્રની 13, ઉત્તરપ્રદેશની 14, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓડિશાની પાંચ અને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખની એક-એક સીટ પર મતદાન થશે. પાંચમાં તબક્કામાં સૌથી ઓછી સીટો(49) પર મતદાન થવા જઈ રહ્યું છે.

Related Articles

Back to top button