sabarkathaराष्ट्रीय

39 લાખના સરકારી અનાજ કાંડના આરોપીઓ હજુ પોલીસ પક્કડથી દૂર કેમ…? સંતાકૂકડી ચાલે છે..?

39 લાખના સરકારી અનાજ કાંડના આરોપીઓ હજુ પોલીસ પક્કડથી દૂર કેમ...? સંતાકૂકડી ચાલે છે..?

કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય…આ કહેવત એ કથિત કૌભાંડને લાગૂ પડે છે કે જેમાં ઇડરના માર્કેટ યાર્ડમાંથી એક વેપારી પાસેથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો અને તેની કિંમત 39 લાખ થાય છે. સરકારી અનાજ એટલે ગરીબોને વહેંચવા માટેનો અનાજ. સરકારી અનાજ એટલે ગરીબોના હક્કનું અનાજ અને એ નઅનાજનો જથ્થો ગરીબોના ઘર સુધી પહોંચવાને બદલે બારોબાર કાળા બજાર માટે કોઇ ખાનગી વેપારીને ત્યાં પહોંચે અને દરોડો પડે અને તેમાં 39 લાખનો સરકારી અનાજનો જથ્થો મળી આવે તો તે ગંભીર મામલો છે અને તેનાથી વધુ ગંભીર મામલો તો એ છે કે આ કેસમાં મામલતદાર ખુદ ફરિયાદી છે છતાં હજુ સુધી આરોપી સુધી પોલીસના લાંબા હાથ પહોંચ્યા નથી.

પોલીસના હાથ લાંબા હોય છે અને પોલીસના સકંજામાંથી કોઇ બચી શકે નહીં. ખાસ કરીને આવા કેસમાં કે જેમાં સરકારી અનાજનો જથ્થો કાળા બજારમાં વેચીને તગડી કમાણી કરનારની સામે  ખુદ સરકારી એધિકારીએ  ફરિયાદી બનીને પુરાવા સાથે ફરિયાદ કરી છે પણ 39 લાખ  સરકારી અનાજકાંડનો આરોપી મસ્ત થઇને અને જાણે કે બધુ ગોઠવાઇ ગયું કે બધુ ગોઠવાઇ જશે…એવી ફિરાકમાં મ્હાલીને પોલીસના લાંબા હાથથી દૂર  હોવાનું મનાય છે.

વિગતે જોઇએ તો સાબરકાંઠા ઈડર માર્કેટ યાર્ડ ખાતેથી ઝડપાયેલ લાખોનો શંકાસ્પદ સરકારી અનાજના   મામલોમાં માર્કેટ યાર્ડ ખાતેનાં ગોડાઉનોમાંથી ચોખા, ઘઉં  અને ચણાનો કાળો કારોબાર ઝડપાયો હતો છતાં ઇડર માર્કેટ યાર્ડના સત્તાવાળાઓએ પણ જે વેપારી પાસેથી સરકારી અનાજ પકડાયું તેની સામે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી અને જો કાર્યવાહી ન કરે તો સંદેશો એ જશે કે આ માર્કેટ યાર્ડમાં બધુ આવુ જ ચાલતું હશે કે કેમ..?

કોઇ સામાન્ય ફરાયદી હોય તો સંમજી શકાય પણ આ મામલામાં સરકારી અધિકારી અને તે પણ મામલતદાર કક્ષાના અધિકારી કે જેમણે આ જથ્થો પકડી પાડ્યો તેમની ફરાયદ છતાં સંબંધિત પોલીસના પંજાથી આરોપીઓ હજુ દૂર છે. આરોપીઓ દૂર છે કે પોલીસ તેમનાથી દૂર છે…? સરકારી વર્તુળોમાં થઇ રહ્યાં છે. કેમ કે આમાં તો મામલતદારની આબરૂનો સવાલ છે. અને કોઇ એમ પણ કહી શકે જો મામલતદાર ફરિયાદી હોય, કાળાબજારનો કેસ હોય છતાં આરોપી પોલીસ પક્કડથી દૂર હોય તો શું પોલીસ અને આરોપીઓ વચ્ચે સંતાકુકડી ચાલે છે..?

ફરિયાદ નોંધાયાને 15 દિવસ વિતવા છતાં હજી સ્થાનિક પોલીસ આરોપીઓ ને પકડવામાં નિષ્ફળ રહેતાં આ મામલે શહેરમાં ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. સૈયા ભયે કોતવાલ અબ ડર કાહે કા….ક્યાંક એવુ તો નથી ને…? લાખોનો મુદામાલ ઝડપાયો હોવા છતાં આરોપીઓ સામે ઝડપી કાયૅવાહી કેમ નહિ…? ઈડર પોલીસની સાથોસાથ ઈડર માર્કેટ યાર્ડ દ્રારા પણ કાળા બજારિયાઓ સામે કાયૅવાહી કેમ નહિ…? લોકોના સવાલ છે અને  જવાબો પોલીસ પાસે છે.

Related Articles

Back to top button