sabarkathaराष्ट्रीय

ઘોરવાડા ગામમાં શાળાની આગળ જ ગંદકી અને બમ્પ..! તંત્ર ક્યારે જાગશે….?

ઘોરવાડા ગામમાં શાળાની આગળ જ ગંદકી અને બમ્પ..! તંત્ર ક્યારે જાગશે....?

સાબરકાંઠાના હિંમતનગર તાલુકા ના ઘોરવાડા ગામમાં પ્રાથમિક શાળાની આગળ જ ગંદા પાણીના ખાબોચિયાં ઉભરાય છે. જેથી બાળકોનું આરોગ્ય બગડે તો નવાઈ નહીં.

જેની આ જવાબદારી છે તે લોકલ સત્તાધીશ  પંચાયતના શાસકો ઘોર નિંદ્રામાં ઊંઘી રહી હોય એમ પ્રજાને લાગી રહ્યું છે ત્યારે  પંચાયત દ્વારા ગંદકી દૂર કરી ગ્રામજનો અને સૌથી વધુ બાળકોના આરોગ્યની કાળજી રાખવી જોઈએ. આજુ બાજુના રહેણાંક વિસ્તારમાં પણ આના કારણે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધી રહી છે હોવાનું લોકમૂખે ચર્ચાઈ રહ્યું છે.

આ ઉપરાંત લોકમુખે એવી પણ ચર્ચી છે કે પ્રાથમિક શાળા સામે બમ્પ બનાવીને અકસ્માત સર્જાય એવી પરિસ્થિતિ ઉભી થઈ છે.રોજ કેટલાય વાહનો તેના પરથી પસાર થાય છે તેમાંથી કોઇ શાળાના બાળકોને અડફેટ લઇ શકે છે તેથી સત્વરે આ બમ્પ દૂર કરવો જોઈએ.

Related Articles

Back to top button