જ્યારે નિરજા ભનોટે જાનનું બલિદાન આપીને વિમાનના 300 મુસાફરોના જીવ બચાવ્યાં…
જ્યારે નિરજા ભનોટે જાનનું બલિદાન આપીને વિમાનના 300 મુસાફરોના જીવ બચાવ્યાં...
વિમાનમાં પ્રવાસ કરતી વખતે ઘણી વખત કોઇ દેખાવડી એર હોસ્ટેસની સાથે કોઇ પેસેન્જર દ્વારા અભદ્ર વ્યવહારના કિસ્સા બનતા હોય છે. જો કે આવા કિસ્સામાં પેસેન્જરની સામે પગલાં લેવાતા હોય છે.પરંતુ સમય આવે ત્યારે એ જ એર હોસ્ટેસ જાનના જોખમે વિમાનના મુસાફરોના જીવ બચાવવાનું કામ કરતી હોવાના કિસ્સામાં મૂળ ભારતની એર હોસ્ટસ નિજા ભનોટનું નામ મોખરે છે. તેમની બહાદુરીના કિસ્સા તમામ એર હોસ્ટેસ માટે બોધપાઠ અને પ્રેરણા લેવા સમાન છે. કેમ કે તેમણે પોતાના જાનનું બલિદાન આપીને વિમાનના 300 કરતાં વધારે મુસાફરોને આતંકીઓના હાથમાંથી બચાવ્યાં હતા.
બહાદુર એર હોસ્ટેસ નીરજા ભનોટનો જન્મદિવસ 7 સપ્ટેમ્બરના રોજ તેમના પરિવાર દ્વારા તેની કાયમી ગેરહાજરીમાં નમ નજરે ઉજવાયો હશે. તેમની બહાદુરીને એક નહીં પરંતુ ચાર દેશોએ સલામ કરી છે. હાઈજેકની હિરોઈન તરીકે જાણીતી નીરજાના જીવનની કથા પણ તેની હિંમતની કહાની કહે છે.
હાઇજેકિંગમાં સેંકડો જીવ બચાવનાર ભારતીય એર હોસ્ટેસ નીરજા ભનોટનો આ દિવસે જન્મ થયો હતો. હાઈજેકની હિરોઈન તરીકે જાણીતી નીરજાના જીવનની કહાનીમાં તેની હિંમતની કહાનીની ચર્ચા આજેપણ થાય છે. નીરજાના જીવન સાથે જોડાયેલી વાતો, જે તેને લાખો લોકોથી અલગ બનાવે છે.
23 વર્ષની વયે નીરજા ભનોટે 5 સપ્ટેમ્બર, 1986ના રોજ હાઇજેક થયેલી PMM ફ્લાઇટ 73માં સવાર 359 લોકોના જીવ બચાવ્યા હતા. બોલીવુડમાં સોનમ કપૂર સ્ટારર ફિલ્મ નીરજા તેમના જીવન પર બની હતી અને દ્વારા તેની બહાદુરીની ગાથા વિશ્વમાં પહોંચી હતી.
ફિલ્મ રીલિઝ થયા પછી, સ્વર્ગસ્થ નીરજા ભનોટને હાઉસ ઓફ કોમન્સ, લંડનમાં એક સમારોહમાં ‘ભારત ગૌરવ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી હતી. લંડનમાં વેસ્ટમિન્સ્ટર સંસદમાં નીરજાના ભાઈઓ અખિલ અને અનીશ ભનોટે આ એવોર્ડ મેળવ્યો હતો.
નીરજાના બલિદાનને કારણે તેને માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ યાદ કરવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન બંનેની સરકારો દ્વારા તેમને સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.આ અપહરણની ઘટનામાંથી બચી ગયેલા પ્રવાસી માઈકલ થેક્સટને એક પુસ્તક લખ્યું હતું. પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે અપહરણકર્તાઓની વાત સાંભળી હતી કે તેઓ ઇઝરાયેલમાં નિર્ધારિત લક્ષ્ય પર જહાજને ક્રેશ કરવા માગતા હતા.
આતંકવાદીઓનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકન નાગરિકોની હત્યા કરીને પાકિસ્તાન પર દબાણ લાવવાનો હતો. તેથી તેણે નીરજાને તમામ મુસાફરોના પાસપોર્ટ જમા કરાવવા કહ્યું. નીરજાએ ચતુરાઈથી અમેરિકન નાગરિકોના પાસપોર્ટ છુપાવી દીધા અને બાકીના આતંકવાદીઓને સોંપી દીધા.એરહોસ્ટેસ પહેલા નીરજાએ ઘણા મોડેલિંગ અસાઇનમેન્ટ કર્યા હતા. તેણે કુલ 22 કોમર્શિયલમાં કામ કર્યું હતું. તેણીના લગ્ન 1985માં થયા હતા પરંતુ બે મહિના પછી તે તેના સાસરિયાઓની માંગને કારણે પરત આવી હતી.
1985માં, તેણે પાન એમ એરલાઇન્સ માટે અરજી કરી અને પસંદગી પછી તેને ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે તાલીમ આપવા માટે મિયામી અને ફ્લોરિડામાં મોકલવામાં આવ્યો. બાદમાં તેની પસંદગી કરવામાં આવી હતી.ભારત, પાકિસ્તાન અને બ્રિટન ઉપરાંત યુએસ સરકાર તરફથી તેમના મૃત્યુ બાદ તેમને ‘જસ્ટિસ ફોર ક્રાઈમ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. ઘણા લોકો જાણતા નથી કે નીરજાએ એન્ટી હાઇજેકિંગ કોર્સ પણ પૂરો કર્યો હતો. જે તેના હાઇજેકિંગ એપિસોડ દરમિયાન ખૂબ જ કામમાં આવ્યું હતું.




