વેલકમઃ લ્યો, હવે કોંગ્રેસના ભરતભાઈ ભાવસારને ભાવ્યોં ભાજપનો કેસરિયો….
વેલકમઃ લ્યો, હવે કોંગ્રેસના ભરતભાઈ ભાવસારને ભાવ્યોં ભાજપનો કેસરિયો....
સાબરકાંઠા જિલ્લામાં હજી ગઈ કાલે જ કેજરીવાલની આમ આદમી પાર્ટીના લોકસભાના પ્રભારી નરેન્દ્રસિંહ પરમાર રાજીનામું આપી અપક્ષ તરીકે લોકસભા લડવાને જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ હવે અરવલ્લી જિલ્લા મોડાસાના ભાવસાર સમાજના કાર્યકર અને કોંગ્રેસના મિડિયા કન્વીનર ભરતભાઈ ભાવસારને પણ ભાજપનો કેસરી ખેસ ભાવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે હું કોંગ્રેસ છોડી રહ્યો છું અને મેં કોંગ્રેસને રામ રામ કરી દીધા છે, જયશ્રીરામ… અને હવે કેસરિયો ખેસ પહેર્યો છે.વડાપ્રધાન તરીકે મોદીજીએ દેશ હિતમાં જન જનના કલ્યાણ માટે 10 વર્ષમાં જે કામો કર્યા છે, તે કોંગ્રેસે 70 વર્ષમાં પણ કર્યા નથી.
તેમને વધુમાં જણાવ્યું હતું કે તેઓ અગાઉ 32 વર્ષ સુધી મોડાસા શહેરમાં ભાજપના કાર્યકર તરીકે તેમણે કામ કર્યું હતું પરંતુ અંગત કારણોસર મનદુઃખ થતા તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા હતા પરંતુ હવે જે હોય તે આના કારણે અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસને જરૂર ફટકો પડશે તેમાં બે મત નથી હાલમાં તો રાજકારણમાં કોંગ્રેસમાંથી હવે કોણ જશે તેની જ ચર્ચા ચાલી રહી છે.

