
મેઘરજ તાલુકામાં 36મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત ઇસરી હાઈસ્કૂલ ખાતે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વધુમાં નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત પાંચ જેટલા સરપંચશ્રીઓને સન્માન પત્ર આપી સુતરની આંટી વડે સન્માનિત કરવામાં આવ્યાં હતા

આ કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓને શપથ લેવડાવવામા આવ્યા હતા.ત્યાર બાદ શાળાના મેદાન વિવિધ રમતો આમંત્રિત મહેમાનો દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી. વિવિધ રમતોમાં રસ્સી ખેંચ, વોલીબોલ, કબ્બડી, દોડ ,ચેસ, ગોળાફેક સહીત અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ શાળામાં વિધાર્થીઓએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો




