ઓ..ત્તારીઃ ભરશિયાળે હવામાન રિવર્સ ગિયર લે તેવી આગાહી કરવામાં આવી..યે ક્યા હો રહા હૈ..
ઓ..ત્તારીઃ ભરશિયાળે હવામાન રિવર્સ ગિયર લે તેવી આગાહી કરવામાં આવી..યે ક્યા હો રહા હૈ..
ડિસેમ્બર મહિના દરમિયાન રાજ્યમાં સૂસવાટા મારતા પવનો સાથે કડકડતી ઠંડી પડતી હોય છે. જેની સરખામણીએ આ વર્ષે આવી ઠંડીનો અનુભવ થયો નથી. ડિસેમ્બર મહિના દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જરૂર રહ્યું છે, પરંતુ લઘુત્તમ તાપમાન વધુ નીચું ન જતાં હાડ થીજવતી ઠંડી અનુભવાઇ નથી. આવામાં ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં એટલે કે આગામી પાંચ-સાત દિવસ દરમિયાન હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ માહિતી આપવામાં આવી છે. જોકે, ભરશિયાળે હવામાન રિવર્સ ગિયર લે તેવી આગાહી કરવામાં આવી
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ-સાત દિવસ દરમિયાન મોટાભાગે વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે. વરસાદ પડવાની કોઇ સંભાવના નથી. આગામી બે દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે. એટલે કે હાલ જેટલું તાપમાન છે તેટલું જ રહેવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે, બે દિવસ બાદ એક-બે ડિગ્રી વધી શકે છે. ઠંડીનો વધુ અનુભવ થઇ રહ્યો નથી, તે અંગે તેમણે જણાવ્યું કે, હાલ ખૂબ જ ઓછા પવન ફૂંકાઇ રહ્યા છે. જ્યારે અમદાવાદમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 25-26 આવી રહ્યું હતું. 28.7 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયું છે.
મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થવાને લીધે ઠંડીનો અનુભવ થઇ રહ્યો નથી.હાલ ઉત્તર દિશાથી ઉત્તર પૂર્વીય પવનો છે, આગામી બે દિવસ દરમિયાન પણ આવા જ પવનો રહેશે. તેથી બે દિવસ દરમિયાન તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય. પરંતુ બે દિવસ બાદ એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાવવાની સંભાવના છે. તેથી ભેજ આવી શકે છે અને એકાદ ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે.આ વર્ષે ડિસેમ્બરમાં ખૂબ જ વાદળછાયું વાતાવરણ રહ્યું છે. તેના લીધે લધુત્તમ તાપમાન એટલે કે રાત્રિ દરમિયાનનું તાપમાન વધારે નીચું જતું નથી. પરંતુ દિવસ દરમિયાનનું તાપમાન નીચે જતાં ઠંડીનો અહેસાસ થયો હતો. હાલ રાત્રિ દરમિયાનના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસથી વધારે ફેરફાર થઇ રહ્યો નથી.સામાન્ય રીતે જાન્યુઆરીમાં ગુજરાતમાં ઠંડી પડે છે, કોલ્ડવેવ પણ જોવા મળે છે. જ્યારે 31 ડિસેમ્બરે મહિનાની આગાહી જાહેર કરવામાં આવશે તેમાં જાન્યુઆરીના હવામાનની આગાહી કરવામાં આવશે.નોંધનીય છે કે, અમદાવાદમાં 15.5, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.




