sabarkathaराष्ट्रीय

દુર્ઘટનાઃ જાદરમાં કલર બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી ગઇ…..

દુર્ઘટનાઃ જાદરમાં કલર બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી ગઇ.....

સાબરકાંઠામાં કારખાનામાં આગ લાગવાની વધુ એક ઘટના નોંધાઇ છે,.જેમાં જિલ્લાના ઈડર તાલુકાના  જાદરમાં કલર બનાવતી એક ફેક્ટરીમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી ગઇ હતી. અને આગના પગલે ધૂમાડાના ગોટે ગોટા નિકળતા દેખાયા હતા..

વિગતે જોઇએ તો, સહકારી જીનમાં આવેલી કલર ફેકટરીમાં આગ લાગી હતી. જો કે કલર બનાવતી ફેકટરીમાં આગ લાગતા સ્થાનિકોમાં ભયની લાગણી જોવા મળી હતી.. કેમ કે ગોડાઉનનાં પાછલા ભાગે ગેસની બોટલો પડી હોવાને લીધે ભય ફેલાયો હતો. જો કે પોલીસ સહિત અગ્નિશામક દળના કર્મીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ સંભાળી હતી…..

ફેક્ટરીનું નામ હિન્દુસ્તાન એરોસોર્સ કલર ઓઇલ છે અને તેના  ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.આ કારખાનમાં આગ કઇ રીતે લાગી તેનું કારણ બહાર આવ્યુ નથી,. અને આગ લાગવાનું કારણ અકબંધ છે….

Related Articles

Back to top button