sabarkathaराष्ट्रीय
તહેવારોમાં ચોર-લૂંટારા સક્રિય..છરીના ઘા મારી લૂંટી લેવાયો..સાવધાન..
તહેવારોમાં ચોર-લૂંટારા સક્રિય..છરીના ઘા મારી લૂંટી લેવાયો..સાવધાન..
તહેવારોમાં ચોર-લૂંટારા સક્રિય થયા હોય તેમ સાબરકાંઠામાં હિંમતનગર-શામળાજી હાઈવે પર સરવણા સ્ટેન્ડ પાસે એક બાઈકચાલક લુંટાયાની ઘટના બની છે….
વિગતે જોઇએ તો, હિંમતનગરથી નવલપુર ભાટોડા જઈ રહેલા યુવાની બાઈક ઉભી રાખી લાકડી અને છરીના ઘા મારીને લુંટ કરી હતી.
રોકડ રકમ તથા મોટરસાયકલ મળી કુલ ૬૧ હજારની લુંટ કરી ચાર અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા. ગંભીર બાબત તો એ છે કે યુવાનને છાતીના ભાગે છરીના ઘા અને લાકડીઓ મારતા હિંમતનગર સિવિલમાં દાખલ કરાયો હતો.ગાંભોઈ પોલીસે અજાણ્યા ચાર ઈસમો વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે. હાઇવે પર આવી લૂંટ ખૂબ જ ગંભીર કહી શકાય. આ વિસ્તારમાં પેટ્રોલિંગની વ્યવસ્થા હોવી જોઇએ.




