અરવલ્લી જિલ્લાના ધનસુરા નગરના પરબડી ચોક વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી લોખંડ ભંગાર પ્લાસ્ટિક ભંગારની દુકાન આવેલી છે. આ દુકાનમાં તારીખ 21 બુધવારના બપોરે 1:00 ના સમયમાં એકાએક આગની એક ઘટના બની હતી.
દુકાનદાર દુકાનમાં હતો એવા સમયે ભંગારના ઢગલામાં ધુમાડા નીકળતા દેખાયા અને તેના કારણે દુકાન માલિક તપાસ કરે એ પહેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગની ઉંચી ઉંચી જ્વાળાઓ નીકળવા લાગી હતી
આ ઘટના બનતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જો કે આગ એટલી બધી વિકરાળ લાગી હતી કે ગોડાઉન સંપૂર્ણ આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું. જો કે ગોડાઉનમાંથી માણસો બહાર નીકળી જતા બચી ગયા હતા. આગની સ્થિતિ જોતા આસપાસના વિસ્તારોમાં પણ આગ ના ફેલાય તે માટે મોડાસા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ ઘટના સ્થળે આવી અને આગને ઓલવી નાંખી હતી.
અલબત, આગ લાગવાનું કારણ અકબંધ છે પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે જે હોય તે, પણ આજકાલ શોર્ટ સર્કિટના કારણે કે પછી કોઈ અન્ય કારણે આગ ના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે.




