દહેગામ તાલુકાના હરસોલી ગામે ગઈકાલે સાંજના સમયે એક મહિલા કેટલા ગ્રામજનોને આજીજી કરતી હતી ત્યારે ગ્રામજનોએ 30 વર્ષની આ લાચાર મહિલાને થોડા ઘણા પૈસા આપીને ત્યાંથી વિદાય કરી હતી પરંતુ આજે સવારે હરસોલી નર્મદા કેનાલના પાણીમાં આ મહિલાની લાશ મળી આવતાં સૌ કોઇમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે ગઈકાલે સાંજના સમયે એક 30 વર્ષની એક મહિલા હરસોલીના મુખ્ય માર્ગ ઉપર ચાલતી જતી હતી અને રડતી રડતી જોતા હરસોલીના કેટલાક યુવાનોએ આ મહિલાને રડતી જોતા તેની પાસે ગયા અને તેને પૂછતા તેને જણાવ્યું હતું કે મને મારો પરિવાર માર મારે છે અને મારો પતિ મને હાથે ધોકો માર્યો હોવાથી હાથ પણ તૂટી જવા પામ્યો છે તેથી ઘર સંસારથી કંટાળીને હું મારા એક સગા ને ત્યાં મોરાલી જવા નીકળી છું અને મારી પાસે પૈસા નથી.
તેથી આ યુવાનોએ તીસ રૂપિયા આપ્યા એટલે આ મહિલા ત્યાંથી રડતી રડતી નિકળી ગઇ હતી. જો કે આજે અચાનક જ હરસોલી પાસે આવેલી નર્મદા કેનાલમાં આ મહિલાની લાશ પાણીમાં તરતી જોવા મળી હતી ત્યારે આ લાશ હરસોલીથી જાક જલુન્દ્રા સુધીની કેનાલમાં તરતી પાણીમાં જ જોવા મળી હતી અને જીવનથી કંટાળીને આ મહિલાએ આપઘાત કર્યો હોય તેવું જાણવા મળ્યું છે.
જાગ જલુન્દ્રા વચ્ચે આવેલા પુલ ઉપર આ લાશ ને જોવા માટે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા ત્યારે મહિલાની ઓળખ વિધિ હજુ થવા પામી નથી અને આ લખાય છે ત્યાં સુધી આ લાશ નર્મદા કેનાલ ના પાણીમાં તરતી જઈ રહી છે.




