sabarkathaराष्ट्रीय

બાલીસણા ગામે કપિરાજનો આતંક…! માનવી-પશુને બચકા ભર્યા…! હવે પાંજરે પુરાવો હો (કપિ) રાજ…!

બાલીસણા ગામે કપિરાજનો આતંક...! માનવી-પશુને બચકા ભર્યા...! હવે પાંજરે પુરાવો હો (કપિ) રાજ...!

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલા બાલીસણા ગામે કપિરાજના  આતંકના અહેવાલ મળી રહ્યાં છે. અને આ કપિરાજના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે કેમ કે, આ કપિરાજે અત્યાર સુધીમાં  8 થી 10 લોકોને બચકાં ભરી ઘાયલ કરવામાં આવ્યા છે.

વિગતે જોઇએ તો, આ બાબતે અગાઉ પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા અહીંયા પાંજરું મૂકવામાં આવ્યું હતું. પરંતુ કપિરાજ પાંજરે પુરાયા ન હતા અને હાલમાં પણ  ફોરેસ્ટ વિભાગની પકડથી દૂર છે ત્યારે ગઈકાલ 8 થી 10 લોકોને બચકા ભર્યા હતા. જેમાં એક એક  કિશોરીના પગના ભાગે પણ બચકા ભર્યા હતા.

દરમ્યાનમાં, આજરોજ વહેલી સવારે એક ભેસના પગે બચકા ભરી કપિરાજ પલાયન થઇ ગયો હતો. જેથી ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે ગામ લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગ દ્વારા કપિરાજને પાંજરે પુરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.

દિન-પ્રતિદિન કપિરાજના આતંકને લઈ ગામ લોકો ભયભીત બન્યા છે. બાળકોમાં પણ ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે કપીરાજનો આતંક યથાવત રહેશે તો હજુ પણ ઘણા લોકો અને પશુઓ પણ ભોગ બને તો નવાઈ નહીં. હવે જોવું એ રહ્યું કે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ કપિરાજ  ક્યારેય પાંજરે પુરાય છે…?

Related Articles

Back to top button