sabarkathaराष्ट्रीय

ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા, રિપોર્ટ લોકો ખાઇ લેશે તે પછી આવશે…! અને ભેળસેળ નિકળી તો..?

ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા, રિપોર્ટ લોકો ખાઇ લેશે તે પછી આવશે...! અને ભેળસેળ નિકળી તો..?

દિવાળી પર્વ નજીક છે અને લોકો મિઠાઇ સહિત વિવિધ ખાણીપીણીની ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યાં છે. બજારમાં ભીડ જોવા મળી રહી છે. એવા સમયે સાબરકાંઠામાં પણ દિવાળી ટાણે જિલ્લામાં ખાદ્ય ચીજોના ૩૧ નમૂના લેવાયા છે.

રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની સ્થાનિક કચેરી દ્વારા મીઠાઈ, ફરસાણ સહિતની વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા છે અને તેની ચકાસણી કરાશે કે તેમાં કોઇ ભેળસેળ છે કે કેમ. જો કે કોઇ કારણોસર આ નમૂના લેવા માટે જિલ્લાના અંતરીયાળ વિસ્તાર વિજયનગરને બાકાત રખાયો છે. તેના શું કારણો છે એ તો સત્તાવાળાઓ જાણે પણ જે નમૂના લેવામાં આવ્યાં છે તે મીઠાઈ અને ફરસાણ લોકો તહેવારમાં આરોગી લેશે, ત્યાર બાદ તેમાં કોઇ ભેળસેળ છે કે નહીં તેનો રિપોર્ટ આવશે તો એ રિપોર્ટને  શું ધોઇ પીવાનો..? એવી પણ એક લાગણી જોવા મળી રહી છે.

Related Articles

Back to top button