sabarkathaराष्ट्रीय

પ્રદેશ સ્તરે સૌથી મોટો કાર્યક્રમ “મારી માટી મારો દેશ”માં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે..

પ્રદેશ સ્તરે સૌથી મોટો કાર્યક્રમ "મારી માટી મારો દેશ"માં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે..

હિંમતનગર:ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળે “મારી માટી મારો દેશ” કાર્યક્રમો યોજાયા બાદ હવે પ્રદેશ સ્તરનો સૌથી મોટો “મારી માટી મારો દેશ” કાર્યક્રમ 27 ઓક્ટોબર શુક્રવારે, અમદાવાદ રિવરફ્રન્ટ, ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે.

જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા તેમજ સાબરકાંઠા જિલ્લામાંથી બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહે તે માટે હિંમતનગર શહેરના સર્કિટ હાઉસમાં જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાની ઉપસ્થિતિમાં જિલ્લાના અપેક્ષિત કાર્યકરોની બેઠક મળી હતી.

જેમાં સાંસદ દીપસિંહ રાઠોડ, ધારાસભ્ય રમણલાલ વોરા, વી.ડી. ઝાલા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું.કૌશલ્યાકુંવરબા પરમાર, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button