sabarkathaराष्ट्रीय
થેંક ગોડ..કોઇ ગેમિંગ ઝોન કે કોચિંગ કલાસીસમાં નહીં પણ રોડ પર આગ લાગી…!
થેંક ગોડ..કોઇ ગેમિંગ ઝોન કે કોચિંગ કલાસીસમાં નહીં પણ રોડ પર આગ લાગી...!
હાલમાં આગ લાગવાની ઘટનાઓ બની રહી છે ત્યારે સાબરકાંઠામાં પણ આગ લાગવાની ઘટના બની છે જો કે કોઇ ગેમિંગ ઝોન કે કોચિંગ કલાસીસમાં આગ લાગી નથી પણ હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં રોડ પર આગ લાગી છે…!
વિગતે જોઇએ તો, હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં રોડ પર જમીનમાંથી પસાર થતી ગેસની પાઇપલાઇન ના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન બહાર આવ્યું છે,.જો કે સુરક્ષાના કારણોસર મોતીપુરા થી હિંમતનગર બસ સ્ટેશન અને બાયપાસનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો જેથી કોઇ જાનહાનિ ન થાય.
દરમ્યાનમાં, રોડની આજુબાજુના વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે જવા રવાના થઇ હતી.




